મુસ્તાક દલ/જામનગર :જામનગર કોરોના અપડેટ (Coronavirus) સામે આવ્યા છે. સૌરાષ્ટ્રના 3 જિલ્લાઓ માટે રાહતના સમાચાર મળ્યા છે. જામનગર (Jamnagar) ની લેબમાં આજે 62 રિપોર્ટ નેગેટિવ હોવાનું જાણવા મળ્યું છે. જામનગર જિલ્લાના 20 સેમ્પલના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. તો સાથે જ પોરબંદરના 37 અને દ્વારકાના પણ 5 સેમ્પલના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જોકે, જામનગર જિલ્લો હજી પણ કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલ ઓરેન્જ ઝોનમાં છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ આરોગ્ય સચિવ જયંતી રવિએ પોરબંદરમાં કોઈ પણ એક્ટિવ કેસ ન હોવાનું જણાવ્યું હતું. તો દ્વારકા જિલ્લામાં  અત્યાર સુધી કોરોનાની એન્ટ્રી થઈ નથી. ત્યાં સ્થાનિક તંત્ર દ્વારા શક્યત તમામ પગલા લેવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Lockdownને કારણે જેતપુરનો સાડી ઉદ્યોગ ભાંગી પડ્યો, 15-20 હજાર મજૂરો બેરોજગાર થવાની શંકા


પોરબંદર જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ છે. પોરબંદર શહેરમાં ક્વોરેન્ટાઈન વિસ્તાર મુક્ત કરાયો છે. શહેરના રમણપાર્ક અને જુની પોલીસ લાઇનને ક્વોરેન્ટાઈન વિસ્તાર મુક્ત કરવામાં આવ્યા છે. 1 એપ્રિલ, 2020 પછી આ વિસ્તારમાં કોઈ કેસ ન નોંધાતા કન્ટેઇનમેન્ટ ઝોનના નિયંત્રણમાંથી મુક્ત જાહેર કરવામાં આવ્યા છે. 


ઉલ્લેખનીય છે કે, આજે દેશના નવા રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોન જિલ્લાની જાહેરાત  કરવામાં આવી છે. જેમાં ગુજરાતમાં રેડ ઝોનમાં 5 જિલ્લાઓના બદલે હવે 9 જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાતના કુલ ૩૩ જિલ્લામાંથી રેડ ઝોનમાં 9 જિલ્લા, ઓરેન્જ ઝોનમાં 19 અને ગ્રીન ઝોનમાં 5 જિલ્લાઓનો સમાવેશ થાય છે. 


કેન્દ્ર સરકાર દ્વારા આજે જે ઓરેન્જ ઝોનની જાહેરાત કરવામાં આવી છે તે આ મુજબ છે. ઓરેન્જ ઝોનમાં રાજકોટ, ભરૂચ, બોટાદ, નર્મદા, છોટા ઉદેપુર, મહીસાગર, મહેસાણા, પાટણ, ખેડા, વલસાડ, દાહોદ, કચ્છ, નવસારી, ગીર સોમનાથ, ડાંગ, સાબરકાંઠા, તાપી, જામનગર અને સુરેન્દ્રનગર છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર