Surat News : ગુજરાતીઓ ફરવાના શોખીન હોય છે. રજા મળે એટલે ફરવા ઉપડી જાય. પરંતુ ક્યારેક ગુજરાતીઓને ફરવાનો શોખ મોંઘો પડી જાય છે. થાઈલેન્ડ બાદ વિયેતનામ ગુજરાતીઓ માટે નવુ ટ્રાવેલ ડેસ્ટિનેશન બન્યું છે. પરંતું વિયેતનામ ફરવા ગયેલા ગુજરાતીઓને કડવો અનુભવ થયો હતો. સુરતથી વિયેતનામ ફરવા ગયેલા 157 સુરતીઓને બંધક બનાવાયા છે. ભારતીય દૂતાવાસે મધ્યસ્થી કરતા 10 કલાક બાદ તમામ સુરતીઓનો હેમખેમ છુટકારો થયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના લેઉવા પાટીદાર સમાજના ૩૫૦ લોકો વિયેતનામ ફરવા ગયા હતા. લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ દ્વારા વિયેતનામ ટૂરનું આયોજન કરાયુ હતું. પરંતું સુરતના ટૂર ઓપરેટરે ૧.૦૭ કરોડ નહીં ચૂકવ્યાનો આક્ષેપ થયો હતો, જેથી એરપોર્ટ પર જ તમામ પ્રવાસીઓને અટકાવાયા હતા. સુરતના 157 લોકોને વિયેતનામમાં બંધક બનાવાયા હતા. ૧૨મીએ સુરત આવવા નીકળેલા ગ્રૂપના ત્રણ સભ્યોને વિયેતનામ અટકાવાયા હતા. 


10 દિવસમા ત્રીજીવાર ઘટ્યા સિંગતેલના ભાવ, આજે 20 રૂપિયાનો ઘટાડો, જાણો લેટેસ્ટ ભાવ


આમ, પરંતું આ બાદ ભારતીય દૂતાવાસે મધ્યસ્થી કરતા 10 કલાક બાદ સુરતીઓનો હેમખેમ છુટકારો થયો હતો. હાલ તમામ પ્રવાસીઓ સુરત આવવા રવાના થયા છે.