દિવાળી વેકેશનમાં સહેલાણીઓ દમણમાં ઉમટી પડ્યા, ભૂલ્યા કોરોના ગાઇડલાઇન્સ
હાલમાં દિવાળીની રજા ચાલી રહી છે. ત્યારે દમણમાં ગુજરાત અને મહારાષ્ટ્રથી લોકો ઉમટી પડ્યા છે. દમણના દરિયા કિનારે મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. ત્યારે આ કોરોનાની મહામારીમાં આટલી મોટી સંખ્યામાં લોકો વગર માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ ભૂલીને લોકો ફરી રહયા છે
નીલેશ જોશી/ દમણ: હાલમાં દિવાળીની રજા ચાલી રહી છે. ત્યારે દમણમાં ગુજરાત અને મહારાષ્ટ્રથી લોકો ઉમટી પડ્યા છે. દમણના દરિયા કિનારે મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. ત્યારે આ કોરોનાની મહામારીમાં આટલી મોટી સંખ્યામાં લોકો વગર માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ ભૂલીને લોકો ફરી રહયા છે. સાથે તેમના નાના બાળકો પણ સાથ હોય ત્યારે સાવચેતી રાખવી ખૂબ જરૂર છે.
આ પણ વાંચો:- નડિયામાં આખલાની અડફેટે એક વ્યક્તિનું મોત, શહેરની ગલીઓમાં નાસભાગ કરતા લોકોમાં ગભરાટ
છેલ્લા 8 મહિનાથી લોકડાઉન અને કોરોનાની મહામારીમાં સમગ્ર દેશમાં લોકો પોતાના ઘરમાંથી બહાર નીકળ્યા નથી. ત્યારે હાલમાં દિવાળીની રજામાં દમણમાં લોકો ઉમટી પડ્યા છે. લોકોમાં હવે પહેલા જેટલો કોરોનાનો ડર ઓછો થયો છે અને પોતાના બાળકો સાથે દિવાળીની રજા માણવા માટે દમણના દરિયા કિનારે બે ફિકર મોજ માણી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube