નડિયાદમાં આખલાની અડફેટે એક વ્યક્તિનું મોત, શહેરની ગલીઓમાં નાસભાગ કરતા લોકોમાં ગભરાટ
નડિયાદ શહેરમાં આખલો ગાંડો થતા ચકચાર મચી છે. શહેરના કૃષ્ણ જીવન સોસાયટી બહાર ચાલતા જઇ રહેલા 47 વર્ષીય વ્યક્તિ અમરીશભાઈ જયદેવલાલ ગાંધીને આખલાએ અડફેટે લેતા તેઓનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું
Trending Photos
યોગીન દરજી/ નડિયાદ: નડિયાદ શહેરમાં આખલો ગાંડો થતા ચકચાર મચી છે. શહેરના કૃષ્ણ જીવન સોસાયટી બહાર ચાલતા જઇ રહેલા 47 વર્ષીય વ્યક્તિ અમરીશભાઈ જયદેવલાલ ગાંધીને આખલાએ અડફેટે લેતા તેઓનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. વ્યક્તિને અડફેટે લીધા બાદ આ આટલો ગામમાં ઘુસી જતા ફાયર બ્રિગેડના ઢોર પકડવાના વિભાગને બોલાવવાની ફરજ પડી હતી.
જે ફાયર બ્રિગેડની ઢોર પકડવાના વિભાગે લગભગ બે કલાક સુધી આ આખલાને પકડવા માટે મહેનત કરી હતી. શહેરની જુદી-જુદી ગલીઓમાં નાસભાગ કરતા આખલાને કારણે શહેરમાં ગભરાટનો માહોલ ફેલાઇ ગયો હતો. આખરે બે કલાકની મહેનત બાદ આખલાને પકડી બાંધી દેવામાં આવ્યો છે.
આ પણ વાંચો:- રાજ્યમાં કોરોના બેડની સંખ્યા પર રાજીવ કુમાર ગુપ્તાના નિવેદન અને AMCના ટ્વીટમાં મોટો તફાવત
મૃતકના સંબંધી પ્રતીક સુનિલભાઈ બારોટે જણાવ્યું હતું કે, મારા કાકા સોસાયટીમાંથી બહાર નીકળ્યા હતા અને તે સમયે ગાંડો થયેલા આખલાએ તેમને અડફેટે લેતા તેઓને ઈજા પહોંચી હતી. જેથી તેઓને 108 બોલાવી નડિયાદ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેઓ મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે