વેપારીને આત્મહત્યાનો કર્યો પ્રયાસ: 22 વ્યાજખોરો સામે બાપુનગરમાં કેસ દાખલ
વ્યાજખોરો પાસેથી એકવાર પૈસા લીધા બાદ મુડી ક્યારે ચુકવી જ શકાતી નથી વ્યાજનું વ્યાજ અને તેનું પણ વ્યાજ ચડ્યા જ કરે છે
ઉદય રંજન/અમદાવાદ : છેલ્લા ઘણા સમયથી પૂર્વ વિસ્તારમાં વ્યાજખોરોએ માથુ ઉચક્યુ છે. ત્યારે વધુ વધારે એક ફરિયાદ વ્યાજખોરો વિરુદ્ધ નોધાઇ છે. એક વેપારીએ લાખો રૂપિયા વ્યાજખોરો પાસેથી લીધા હતા. તે પૈસા ચુક્વી દીધા હોવા છતાંય વ્યાજખોરોએ ગાડી અને બુલેટ પડાવી લીધા હોવાનો આક્ષેપ કરાયો છે. વેપારીએ વ્યાજખોરોના ત્રાસથી કંટાળી આપઘાતનો પ્રયાસ કરતા પોલીસે 22 વ્યાજખોરો સામે ફરિયાદ નોંધી વધુ તપાસ આદરી છે.
નવસારી: પ્રાર્થનાસભાના નામે હિંદુ દેવી-દેવતાઓનું અપમાન કરતા હોવાની ફરિયાદ
નિકોલમાં રહેતા અજય સગર વિસ્તારમાં ફ્રુટનો વેપાર કરે છે. ધંધા માટે રૂપિયાની જરૂર હોવાથી છ વર્ષ અગાઉ તેણે પ્રવિણ દાનેવ પાસેથી પાંચ લાખ રૂપિયા લીધા હતા. અજયના એક મિત્ર ધવલને પણ રૂપિયાની જરૂર હોય તેને પણ પ્રવિણ પાસથી રૂપિયા અપાવ્યાં હતા. ધવલે ત્યાર બાદ પ્રવિણ પાસથી વધુ રૂપિયા લેવાનું શરૂ કર્યું અને અજયના નામે રૂપિયા લેવા છતાં અજયને આ વાતની જાણ ન કરી. આરોપી પ્રવિણ કરિયાણાનો ધંધો કરતો હતો અને સાથે 4 ટકાના વ્યાજે નાણા ધીરતો હતો.
આરોગ્ય વિભાગનો સપાટો: પ્રાઇવેટ પ્રેક્ટિસ કરતા 3 ડોક્ટર્સને સસ્પેંડ કરાયા
નોનવેજની દુકાન બંધ કરાવવા ગયેલ કોર્પોરેશનનાં કર્મચારીને બંધક બનાવાયા અને...
પોલીસે કુલ 22 આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. ફરિયાદી અજયની સાથે સાથે તેણે તેના મિત્ર ધવલને પણ નાણા વ્યાજે અપાવ્યા હતા. તે વચ્ચે રહ્યો હોવાથી વ્યાજખોરો તેની પાસે નાણા માંગતા હતા. આમ એક બાદ એક વ્યાજખોર પાસેથી અજયભાઇ અને તેમના મિત્રએ વ્યાજે નાણા લીધા હતા. તેમ કરીને 20થી વધુ વ્યાજખોર પાસેથી લાખો રૂપિયા વ્યાજે પૈસા લીધા હતા. જે વેપારી અજયભાઇના કહેવા પ્રમાણે તેમણે મૂડી, વ્યાજ અને પેનલ્ટી ચૂકવી દીધી હોવા છતાંય વ્યાજખોરો તેમને માનસિક ત્રાસ આપતા હતા. જેનાથી કંટાળી અજયભાઇએ અનાજમાં નાખવાની દવા પી લઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
ભયંકર વિકાસ ! ચોરી કરવા માટે ફ્લાઇટમાં કરતા હતા અપડાઉન, જાણીને ચોંકી ઉઠશો
હોસ્પિટલના બિછાને રહેલા વેપારી કહેવુ છે કે વ્યાજખોરો ના અસહ્ય ત્રાસ આપતા હતા. વ્યાજ લીધેલા પૈસાની પેન્લટીઓ ગણાવી વધુ પૈસાની વ્યાજખોરો માંગણી કરતા હતા. પૈસા ન ચુકવતા જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા. વારંવારની ધમકીઓથી કંટાણીને આપઘાત પ્રયાસ કર્યો હતો. વેપારી આક્ષેપ કર્યો છે કે વ્યાજખોરો દ્ધારા 5થી30 ટકા સુધી વ્યાજે પૈસા આપતા હતા. હાલ તો પોલીસે આરોપી રાજુ ઉર્ફે રાજભા મોરી, કુમાનસિંહ ચાવડા, નરેન્દ્ર વસોયા, પૃથ્વીરાજ ઝાલા, પ્રવિણ ઉર્ફે મામુ પટેલ, વીરુ પટેલ અને કિશોર સત્તાસીયા સહિતના 22 જેટલા વ્યાજખોરોની શોધખોળ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube