ભયંકર વિકાસ ! ચોરી કરવા માટે ફ્લાઇટમાં કરતા હતા અપડાઉન, જાણીને ચોંકી ઉઠશો

કાલુપુર ચોખા બજારમાં એક સાથે 21 દુકાનોમાં થયેલી ચોરીનો ભેદ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી કાઢયો છે

ભયંકર વિકાસ ! ચોરી કરવા માટે ફ્લાઇટમાં કરતા હતા અપડાઉન, જાણીને ચોંકી ઉઠશો

ઉદય રંજન/અમદાવાદ :કાલુપુર ચોખા બજારમાં એક સાથે 21 દુકાનોમાં થયેલી ચોરીનો ભેદ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી કાઢયો છે. હાકામ કઠાત અને શિવા રેડ્ડી નામના બે રીઢા ચોરની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. પકડાયેલા બંને આરોપીઓ પાસેથી લોખંડનું ખાતરીયુ અને મોબાઈલ ફોન તેમજ રોકડ રકમ સહિતનો મુદ્દામાલ રીકવર કરાયો. પણ નવાઇની વાત એ છે કે આરોપીઓ ખાસ ફ્લાઇટમાં આવતા અને રેકી કરતા બાદમાં મોંઘી હોટલમાં રોકાઇને ચોરી કરી ફ્લાઇટમાં પરત જતા રહેતા. 

દિવાળીના દિવસોમાં કાલુપુર ચોખા બજારમાં એક સાથે જ 21થી વધુ દુકાનોમાં લાખો રૂપિયાની ચોરી થઇ હતી. આ કેસમાં પોલીસે સીસીટીવી ફુટેજની મદદથી તપાસ હાથ ધરી હતી. દરમિયાનમાં ક્રાઇમબ્રાંચે પણ તપાસ કરી તો સીસીટીવી ફુટેજના આધારે બે લોકો સુધી ક્રાઇમબ્રાંચ પહોંચી. પોલીસે કલકત્તાના બંને હાકામ્ કાઠાત અને શિવા રેડીની ધરપકડ કરી. આરોપીઓ ખુબ જ શાતીર દિમાગના છે. તેઓ ચોરી કરવા માટે એક શહેર થી બીજા શહેરમાં હવાઈ માર્ગે જતા જેથી પોલીસ ઝડપી ન પાડે. અને મોટા ભાગે તેઓ શહેરના મોટા બજારોની દુકાનોને જ ટાર્ગેટ કરીને ચોરી કરતા હતા.

બિટકોઈન કૌભાંડથી ચર્ચામા આવેલી નિશા ગોંડલિયા પર થયું ફાયરિંગ
આરોપીઓ દિવસે રેકી કર્યા બાદ રાતે હાકામ અને શિવા લોખંડનું ખાતરીયું વડે દુકાનોના તાળા તોડી ને દુકાનમાંથી ચોરી કરીને નાસી જતા હતા. અમદાવાદના કાલુપુર ચોખા બજારમાં પણ બંને જણા આ જ મોડસ ઓપરેન્ડી અપનાવીને એક સાથે 21 જેટલી દુકાનોના તાળા તોડીને ચોરી કરી હતી. પાંચ કલાકથી પણ વધારે સમય સુધી બંને જણાએ દુકાનોમાં ચોરી કરી હતી. 

આરોપી હાકામ અને શિવા તેલગાણામાં પાંચ, મહારાષ્ટ્રમાં 2, આંધ્ર પ્રદેશમાં એક તેમજ આસામમાં એક એમ કુલ મળીને 9 જેટલી ચોરીને અંજામ આપી ચૂક્યા છે. જ્યારે તેમના વિરુદ્ધમાં તેલગાણા અને મહારાષ્ટ્ર માં કુલ 8 જેટલી પોલીસ ફરિયાદ થયેલી છે. આરોપીઓ સાથે હાલ અન્ય કોઇ આરોપીઓ છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે. આ આરોપીઓ એ તાજેતરમાં જ એક કરોડથી પણ વધુના મુદ્દામાલની ચોરી તેલગાંણામાં કરી હતી. અમદાવાદ શહેરમાં દિવાળી સમયે અન્ય જગ્યાઓએ પણ ચોરી થઇ હતી. આ ચોરીમાં આ બંને આરોપીઓનો હાથ છે કે કેમ તે બાબતે પોલીસે તપાસ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news