નડિયાદ : આજે નડિયાદના સંતરામ મંદિરમાં બોર ઉછાળવાની પરંપરા ઉજવવામાં આવી હતી. અહીં દર પોષી પૂનમે આ ઉજવણી કરવામાં આવે છે. એક માન્યતા પ્રમાણે જેમનું બાળક બરાબર બોલતું હોય ન હોય તેમના માટે બોર ઉછાળવાની માનતા રાખવામાં આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


મંદિરની ઉપર ધાબુ  છે ત્યાંથી બોર ઉછાળતા હોય છે અને લોકો નીચે ઝીલતા હોય છે. માન્યતા પ્રમાણે વર્ષો પહેલા એક મહિલા સંતરામ મહારાજ પાસે આવ્યા હતા અને તેમનું બાળક ન બોલતું હોવાનું સમસ્યા જણાવી હતી. આ સમયે સંતરામ મહારાજે બાળક બોલતું થઈ જાય એટલે યથાશક્તી પ્રમાણેની વસ્તુ ધરવા જણાવાયું હતું. માનતા પૂર્ણ થતા મહિલાએ બોર ધરાવ્યા હતા ત્યારથી આ પરંપરા ચાલતી આવે છે.