ઝી બ્યુરો/સુરત: નવરાત્રીમાં માટલી સ્વરૂપે માતાજીની ઘરોમાં સ્થાપના કરવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે. જમાનો ભલે ગમે તેટલો આગળ વધી ગયો હોય પરંતુ માટલી મુકવાની પ્રથા આજે પણ અકબંધ છે. બેશક તેમાં અવનવી ડિઝાઇન ઉમેરાતી જાય છે. સાદી માટલી થી શરૂ થયેલી આ પરંપરા અમેરિકન ડાયમંડ, જરદોશી, જરી આભલા, ટીક્કી અને સ્ટોનની સજાવટથી અનેક ગણી આગળ નીકળી ગઈ છે. હવે તો લોકો માટલીમાં જ માતાજીની છબી દેખાય તેવી પેઇન્ટ કરેલી માટલીની ડિમાન્ડ કરતા થયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અરેરે! આ શું થયું? 150 રન થયા ત્યાં સુધીમાં 150 ઢળી પડ્યા, 4ને હોસ્પિટલ ખસેડ્યા


મહાશક્તિના પાવન પર્વ પર માતાના છબી પેઇન્ટ કરેલી માટલી હવે તો લોકો માટલીઓ પણ કસ્ટમાઇઝડ કરાવતા થયા છે. ખાસ કરીને ફોટોવાળી માટલી લોકો કસ્ટમાઇઝડ કરાવે છે, જેમાં તેઓ જે માતાની આરાધના કરતા હોય તેની છબી માટલી ઉપર દોરાવે છે.યુનિક માટલીની ડીમાન્ડવાળા લોકો માટે ફૂટની દોરીથી ડેકોરેટ કરેલી માટલી પણ હવે મળતી થઈ છે. જૂટની દોરીથી વિભિન્ન ડિઝાઇન કરી તેને સુંદર રંગ કરી આકર્ષક બનાવવામાં આવે છે. તે સિવાય આકર્ષક રેશમી દોરાથી સજાવેલી માટલી પણ લોકો પસંદ કરી રહ્યા છે.હવે તો લોકો માટલીઓ પણ કસ્ટમાઇઝડ કરાવતા થયા છે. 


ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચ વચ્ચે સૌથી માઠા સમાચાર; આ જિલ્લામાં બરબપોરે શરૂ થયો વરસાદ


ખાસ કરીને ફોટોવાળી માટલી લોકો કસ્ટમાઇઝડ કરાવે છે, જેમાં તેઓ જે માતાની આરાધના કરતા હોય તેની છબી માટલી ઉપર દોરાવે છે. આ માટલીઓ પર પેઇન્ટિંગ જ નહીં પરંતુ કેટલાક લોકો અમેરિકન ડાયમંડ થી માતાજીની છબી બનાવા ઓર્ડર આપી રહ્યા છે. અમેરિકન ડાયમંડ થી માતાજીની છવી બનાવવામાં આવી છે. જે દરેક ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. આ પ્રકારની માતાજીના ફોટોવાળી માટલી રેડી કરતા ઓછામાં ઓછો ત્રણ કલાકનો સમય લાગે છે. પ્રથમ લેયર બાદ માતાજીનો ફેસ દોરવામાં આવે છે ત્યારબાદ તેમાં રંગો પુરી ફાઇનલ ટચ અપાય છે. આ મટકી જોતા આબેહૂબ માતાજી આપણી સામે બેઠા હોય તેવી ફીલિંગ આવે છે. 


ગુજરાતમાં ચોમાસાએ ભલે વિદાય લઈ લીધી હોય,પણ આ જિલ્લામાં ભયંકર સ્થિતિ, જતા પહેલા વાંચો


સુરતમાં લોકો આવી માટલીઓની ખૂબ ડિમાન્ડ  પણ કરી રહ્યા છે.લોકો પોતાની કુળદેવીની તસ્વીર માટલીઓ પર બનાવવા કહે છે તેના આધારે જરદોશી જરી સહિત અન્ય વર્ક તેની ઉપર કરવામાં આવે છે આ. વખતે 200 જેટલી માટલીઓ કસ્ટમાઇઝ કરી છે એક માટલી ની કિંમત 300 થી લઈ 700 રૂ. સુધી હોય છે. કેટલી માટલીઓમાં અમે સુરતની ફેમસ સાડી પણ લગાવવામાં આવે છે. જેથી માતાજીની આબેહૂ પ્રતિકૃતિ લાગે. આ માટલીઓ માત્ર સુરતના લોકો જ નહીં પરંતુ વડોદરા, અમદાવાદ, જામનગર, રાજકોટ થી લોકો ડિમાન્ડ કરી હતી. 


પુરી રકમ ભરીને પ્રોપર્ટી ખરીદી, રજીસ્ટ્રેશન પણ કરાવી દીધું પણ આ ભૂલ્યા તો હાથથી જશે