અમદાવાદના રસ્તાઓ પર બનશે આવુ પીળા રંગનું બોક્સ, દેખાય તો ઉભા રહી જજો
Traffic Alert : અમદાવાદના આ રસ્તા પર પીળા કલરનું બોક્સ દેખાય તો ઉભા રહેજો, નહિ તો દંડ થશે
Ahmedabad News અર્પણ કાયદાવાલા/અમદાવાદ : અમદાવાદ શહેરમાં ટ્રાફિકથી ધમધમતા ચાર રસ્તા પર હવે વચ્ચે ઉભા રહી શકાશે નહી. રાજ્યમાં સૌ પ્રથમ વખત અમદાવાદના પાંજરાપોળ ચારરસ્તા પર બોક્સ માર્કિગ તૈયાર કરાયું છે. ચાર રસ્તા પર ટ્રાફિકજામ અટકાવવાના હેતુથી પોલીસ વિભાગ અને એએમસીના સંયુક્ત ઉપક્રમે બોક્સ માર્કિગ તૈયાર કરાયું છે. આગામી સમયમાં શહેરમાં આવા 28 જંક્શન પર પણ બોક્સ માર્કિગ થશે.
ચાર રસ્તા જંક્શન પર પીળા પટ્ટાની ડિઝાઇન દોરેલા વિસ્તારમાં કોઇ પણ વાહન ઉભુ રાખવા પર પ્રતિબંધ રહેશે. અમદાવાદ શહેરમાં એએમસી સૌથી વધુ ટ્રાફિક ધરાવતા શહેરના 28 ચાર રસ્તા પર આવા બોક્સ માર્કિગ બનાવાનું આયોજન કરાયું છે. આ બોક્સમાર્કિગ ચાર રસ્તા પર ટ્રાફિક જામને અટકાવે છે. જંકશનના ચારેય રસ્તા આવરી લેવાય છે. ભારે ટ્રાફિક ધરાવતા જંકશન બ્લોક ન થઇ જાય તે માટે આ ડિઝાઇન તૈયાર કરવામા આવી છે. શહેરના પાંજરાપોળ ચાર રસ્તા પર આ બોક્સ માર્કિગ બનાવવામાં આવ્યું છે.
સોમનાથ-દ્વારકા નહિ, ગુજરાતને સંકટથી બચાવનારા 32 મંદિરો છે, જે આપણા વડવાઓએ બનાવ્યા હત
જાણો ક્યા 28 જંક્શન પર હશે બોક્સ માર્કિગ
પશ્ચિમ ઝોન
આરટીઓ સર્કલ, ઉસ્માનપુરા, નહેરુનગર, પાલડી ચાર રસ્તા, નવરંગ સર્કલ, ધરણીધર સર્કલ, પલક સર્કલ, નવરંગરપુરા સર્કલ
મધ્ય ઝોન
ઘેવર સર્કલ, રક્ષા શક્તિ સર્કલ, નમસ્તે સર્કલ
ગુજરાતમાં રાજ્યસભાની ત્રણેય સીટ ભાજપની થઈ, આ દિવસે ઉમેદવારો લેશે શપથ
ઉત્તર ઝોન
એરપોર્ટ સર્કલ, ગોલ્ડન કતાર સામે, મેમ્કો જંક્શન, રામેશ્વર જંક્શન
દક્ષિણ ઝોન
શાહેઆલમ જંક્શન, દાણીલીમડા જંક્શન, આવકાર હોલ જંક્શન, હિરભાઇ ટાવર જંક્શન,
ઉત્તર પશ્ચિમ ઝોન
એનએફડી જંક્શન, સંદેશ પ્રેસ ચાર રસ્તા, પકવાન સર્કલ, પેલેડિયમ સર્કલ
સુરત : 1 કિલોમીટર કાદવમાં ચાલીને 108 ની ટીમે પ્રસૂતાનો જીવ બચાવ્યો
દક્ષિણ પશ્ચિમ ઝોન
પ્રહલાદનગર ચાર રસ્તા જંકશન, મકરબા ચાર રસ્તા જંકશન, મેરી ગોલ્ડ ત્રણ રસ્તા
પૂર્વ ઝોન
અનુપમ સર્કલ, નિકોલ ખોડિયાર મંદિર, વિરાટનગર જંક્શન
સાચવજો, ગુજરાતમાં ચોમાસામાં આ બીમારીનો ચેપ ઝડપથી ફેલાઈ રહ્યો છે, અનેક ઝપેટમાં આવ્યા
એએમસીના સેન્ટ્રલ વર્કશોપના જોઈન્ટ ડાયરેક્ટર વિજય મિસ્ત્રીએ જણાવ્યું કે, ટ્રાફિક સમસ્યા છુટકારો કરવા માટે સલામત અને શિસ્તબદ્ધ ટ્રાફિક સંચાલન માટે પશ્ચિમ અનેક દેશમાં આ માર્કિગ હોય છે. બોક્સમાર્કિગ બાદ હવે ટ્રાફિક સમસ્યા ફી લેફ્ટ માટે પણ વ્યવસ્થા ઉભા કરાશે. આ બોક્સ માર્કિગ તે જ જંક્શન પર બનાવવાનું આયોજન છે જ્યા સૌથી વધુ ટ્રાફિકજામ થવાની સંભાવના છે અથવા હાલ આ ચારરસ્તા જંક્શન પર ટ્રાફિક થઇ રહ્યુ છે. ઉદાહરણ તરીકે જોઇએ તો બે ટ્રાફિક જંક્શન ખુબ નજીક હોય અને રેડ સિગ્નલ પર થોભેલાવાહનોની લાઇન આગળના જંક્શન સુધી લંબાયેલી હોય તો આ સંજોગોમાં બોક્સ માર્કિગ સુચવે છે. કોઇ પણ વાહન માર્ક કરેલાવિસ્તારમાં પ્રવેશી શકશે નહીં કે થોડીક ક્ષણો માટે પણ ઉભુ રહી શકશે નહી. રોડ પર આ પ્રકારના માર્કિગ સલામત અને શિસ્તબદ્ધ ટ્રાફિક માટે હોય છે. વિદેશના અનેક દેશમાં આ પદ્ધતિ અમલામા મુકાઇ છે . ત્યારે જોવાનું રહે છે કે આ પદ્ધતિ અમદાવાદીઓ કેટલો ફાયદો થાય છે.
અમેરિકાને કારણે રાતોરાત ચમક્યુ હતું કચ્છનું આ સ્થળ, બે વર્ષ પહેલા કોઈ ઓળખતુ પણ ન હતુ