સોમનાથ-દ્વારકા નહિ, ગુજરાતને સંકટથી બચાવનારા 32 મંદિરો છે, જે આપણા વડવાઓએ બનાવ્યા હતા

Coast Hindu Temple in Gujarat: ગુજરાતના સમુદ્રી તટ પર સ્થિત સોમનાથ અને દ્વારકાધીશ મદિર હિન્દુઓનું મોટુ તીર્થસ્થાન છે. મહમૂદ ગઝનવીના આક્રમણના સેંકડો વર્ષો બાદ હિન્દુઓ સોમનાથ સાથે ભાવના સાથે જોડાયેલા છે. ગુજરાતના દરિયાકાંઠે સ્થિત માત્ર આ બે મંદિરો નહિ, પરંતુ લગભગ 32 મદિરો છે, જે ગુજરાતને પ્રાચીન સમયમાં સંકટથી દૂર રાખતા હતા

સોમનાથ-દ્વારકા નહિ, ગુજરાતને સંકટથી બચાવનારા 32 મંદિરો છે, જે આપણા વડવાઓએ બનાવ્યા હતા

Gujarat Temples : ગુજરાતનો ઉલ્લેખ થતા જ સોમનાથ મંદિર અને દ્વારકા મંદિરની છબી નજર સામે તરી આવે છે.  મહમૂદ ગઝનવીના આક્રમણના સેંકડો વર્ષો બાદ હિન્દુઓ સોમનાથ સાથે ભાવના સાથે જોડાયેલા છે. તો સોમનાથથી થોડે દૂર આવેલ ભગવાન કૃષ્ણની દ્વારકા નગરી આવેલી છે. જ્યાં દ્વારકાધીશનું જગત મંદિર છે. આ બંને મંદિર ગુજરાતના સમુદ્રી કાંઠે આવેલા છે. તેમનો મહાભારતમાં ઉલ્લેખ છે. આ બંને મંદિર હિન્દુઓનું મોટું તીર્થસ્થાન છે. ગત મહિને જ્યારે ગુજરાત પર બિપોરજોય સંકટ આવ્યું, ત્યારે દ્વારકાધીશ મંદિર પર બે ધજા ફરકાવવામાં આવી હતી. એવી માન્યતા છે કે, બે ધજા લગાવવાથી ખતરો ટળી જાય છે. આવી માન્યતા માત્ર દ્વારકાધીશ મદિર માટે જ નથી, પંરતું ગુજરાતના સમુદ્રી કાંઠે અસંખ્ય પ્રાચીન મંદિરો આવેલા છે. જે તમામની માન્યતા અને કહાનીઓ અલગ અલગ છે. 

સમુદ્રી કાંઠે આવેલા છે 32 મંદિરો
ધાર્મિક જ્ઞાન ધરાવતા લોકોએ તાજેતમાં જ ગુજરાતના દરિયા કાંઠે પત્થરોથી બનેલા મંદિરોનું એક આખુ લિસ્ટ તૈયાર કર્યું, જેમાં 32 મંદિરો સામેલ કરાયા. તેમાં 12 મંદિર એવા છે જે સૂર્યને સમર્પિત છે. અનુમાન છે કે, આ તમામ મંદિરોનું નિર્માણ 2100 થી લઈને 1300 વર્ષ પહેલા થયુ હતું. બીજા જે મંદિરો છે, તે દેવીઓના નામ પર છે. તેમાં સિકોતર માતાથી લઈને હરસિદ્ધિ માતાનું મંદિર સામેલ છે. એક આવુ જ મંદિર પોરબંદરના મિયાનીમાં છે, આ મદિરમાં દેવનું નામ યમન (Yemen) થી નાનકડું આઈલેન્ડ Socotra પર છે. તેથી તેને સિકોતર માતા (Sikotar Mata) કહેવાય છે. 

મંદિરમાં ચઢે જહાજ
આ મંદિરના નામની પાછળ એક રસપ્રદ કહાની જોડાયેલી છે. કહેવાય છે કે ચોથી અને છઠ્ઠી શતાબ્દી ઈસ્વીસનની વચ્ચે, અરબ સાગર ગુજરાત અને ફારસની ખાડી અને લાલ સાગરના બંદરોની વચ્ચે વેપારનું ચેનલ હતું. રસ્તામા સોકોતરા એક મુકામ આવતુ હતું, અને ગુજરાતી માથીમારોએ ત્યાં સિકોતર માતાનું મંદિર બનાવ્યું. એવુ માનવામાં આવે છે કે, આ દેવી મુસાફરોને સમુદ્રના સંકટથી બચાવે છે. આજે પણ પૂર્વી આફ્રિકા જનારા લોકો સિકોતર માતાના આર્શીવાદ લેવા રોકાય છે. તેઓ અહી પ્રસાદના રૂપમાં માતાના ચરણોમાં નાનકડા જહાજનું મોડલ ચઢાવે છે. 

સાદી શૈલીના મંદિરો 
ગુજરાતના દરિયા કાંઠે મોટાભાગના મંદિરો આવેલા છે, તે સાદગીભર્યા છે. તેમાં ધનકાર ગર્ભગૃહ છે. અહી કોઈ નક્શીદાર છત નથી, તેમની સજાવટ પણ બહુ ખાસ નથી. આ મંદિરો વિવિધ દેવતાઓને સમર્પત છે. તેમાં કેટલાકને સમયે અને લોકોએ ભૂલાવી દીધા છે. 19 મી સદીના અંતમાં અને 20 મી સદીની શરૂઆતમાં બ્રિટિશ પુરાતત્વવિદ જેમ્મ બર્ગેસે ગોપ, ઘુમલી, પખ્તાર અને પ્રાસી ગામોમાં આવા મંદિરોની શોધ કરી હતી. 

ભાવનગરનું સૌથી પ્રાચીન મંદિર
ગુજરાતનું સૌથી પ્રાચીન તટીય મંદિર 2100 થી 1900 વર્ષ પહેલા બનાવવામાં આવ્યુ હતું. તે ભાવનગરના તલાજા તાલુના ખંભાતની ખાડીથી લગભગ 2 કિલોમીટર દૂર આવેલું છે. પુરાતત્ત્વવિદોએ જ્યારે તેનુ ખોદકામ કર્યુ હતું તો બે ટેરાકોટોની પટ્ટીઓ મળી હતી, જેમાં દેવી લજ્જા ગૌરીની મૂર્તિ અને ગણેશ તથા વિષ્ણુ ભગવાનની આકૃતિઓ હતી. આ વિસરાયેલા મંદિરોમાં સૌથી મોટું મંદિર જામનગર જિલ્લાના ગોપથી 30 કિલોમીટર દૂર દક્ષિણમાં બિલેશ્વરમાં છે. તેના ગર્ભગૃહમાં એક મોટુ શિવલંગ છે, તે શિવની મહિમા બતાવે છે. જ્યારે કે બહારના ભાગમાં વિષ્ણુ, તેમના પત્ની લક્ષ્મી અને અન્ય દેવતાઓની મૂર્તિઓ તથા નક્શીકામ છે.

સમુદ્રી વેપારની વિરાસત
સૌરાષ્ટ્ર કિનારાના અનેક મંદિરો પહેલા સ્થાનીય રાજવંશ મૈત્રક (493-776 ઈ.સ) ના શાસનકાળ દરમિયાન સ્થાનિક સમુદાય દ્વારા બનાવવામાં આવ્યા હતા. આ મંદિરોનુ લિસ્ટ બનાવનારા એક્સપર્ટ તેના લોકેશનને લઈને આશ્ચર્ય પામ્યા હતા. કારણ કે, મંદિર ખંભાતની ખાડીના શીર્ષ પર વલ્લભીમાં મૈત્રક રાજધાનીથી સેંકડો મીલ દૂર છએ. એક્સપર્ટસ એવુ માને છે કે, આ મંદિરોનું લોકેશન જે પ્રકારનું છે, તેનાથી તે સ્પષ્ટ થાય છે કે, પ્રાચીન કાળમાં વેપાર અને એક્સચેન્જના મોટા કેન્દ્ર હતા. સમુદ્રી ઈતિહાસકાર અને રાષ્ટ્રીય સ્મારક પ્રાધિકરણ  (National Monuments Authority) ના પૂર્વ અધ્યક્ષ હિમાંશુ પ્રભારે જણાવે છે કે, વેપારીઓ અને માછીમારો દ્વારા લાંબી યાત્રા પર નીકળતા પહેલા પ્રાર્થના કરવા માટે આ તીર્થયાત્રા સ્ટેશનોના રૂપમાં મંદિરોનું કામ રહ્યુ છે.  NMA ની શોધમાં દ્વારકા મંદિરના ઈતિહાસ પર પણ એવી માહિતી આપવામાં આવી કે, પહેલી શતાબ્દી ઈસ્વીસન પૂર્વ અને 12 મી શતાબ્દીની વચ્ચે સતત ત્રણ મંદિરોના બાંધકામના પ્રમાણ મળ્યા છે. જે અહી પૂજા થયાના સંકેત આપે છે. આ ઉપરાંત દ્વારકાના સમુદ્રમાં 120 થી વધુ પત્થરો લાંગરવામાં આવે છે. જે ભારતમાં આ પ્રકારનું સૌથી મોટો સંગ્રહ છે. 

સાત મંદિરોનું સમૂહ મળ્યું
આ મંદિરો ઉપરાંત પોરબંદર નજીક સાતમંદિરોનો સમૂહ મળ્યો છે. તેમાં એક મદિર આજે પણ મહાદેવ મંદિરના નામથી પ્રચલિત છે. એવુ માનવામાં આવે છે કે, પ્રાચીન સમયમાં આ મંદિરોનો ઉપયોગ તે સમયના માછીમારો, નાવિકો અને બંદરો પર કામ કરનારા લોકો કરતા હતા. આ તમામ મંદિર 9 મી અને 10 મી શતાબ્દીમાં બનેલા છે. આ ઉપરાંત કેટલાક મંદિરો તે પહેલાના પણ છે. ગત કેટલાક વર્ષોથી શોધવામાં આવેલા આ મંદિરો પર હવે કોઈ ધ્યાન આપવામાં આવતુ નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news