World Cup Match અર્પણ કાયદાવાલા/અમદાવાદ : આવતીકાલથી ક્રિકેટ મહાકુંભનો પ્રારંભ થશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવતીકાલે વર્લ્ડકપની પ્રથમ મેચ રમાશે. પ્રથમ મેચ પૂર્વે આજે તમામ ૧૦ ટીમના કેપ્ટન નમો સ્ટેડિયમ પહોંચશે. વનડે વર્લ્ડ કપ ટ્રોફી સાથે કેપ્ટન પોઝ અને શુટિંગ કરશે. આ બાદ બપોરે ૨:૩૦ કલાકે કેપ્ટન પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરશે. તેના બાદ આવતીકાલે સચિન તેંડુલકરની ઉપસ્થિતિમાં વર્લ્ડકપની શરૂઆત થશે. ત્યારે અમદાવાદ શહેરમાં નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડીયમ મોટેરા સાબરમતી ખાતે ICC CRICKET WORLD CUP 2023 ની કુલ 5 મેચો રમાનાર હોય ટ્રાફિક ડાયવર્ટ કારયો છે. નીચે જણાવેલ માર્ગ પરથી પસાર થતો ટ્રાફિક તમામ પ્રકારના વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત/ડાયવર્ઝન કરવામાં આવે છે તેવુ તંત્ર દ્વારા જણાવાયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આવતીકાલથી શહેરમાં ક્રિકેટ વર્લ્ડકપનો પ્રારંભ થશે. આ માટે શહેર ટ્રાફિક પોલીસ દ્વારા વિશેષ આયોજન કરાયું છે. મેચમાં પાર્કિંગ અને રૂટ ડાયવર્ઝન મામલે ટ્રાફિક વિભાગ એલર્ટ બન્યું છે. ઓક્ટોબર- નવેમ્બરમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી કુલ 5 નિર્ધારિત મેચ સમયે આ વ્યવસ્થા અમલમાં રહેશે. જનપથ ટી થી સ્ટેડિયમ મેઈન ગેટ સુધીનો રસ્તો વાહનો માટે સવારે 11 થી રાતના 12 વાગ્યા સુધી બંધ રહેશે. બંધ રસ્તાના સ્થાને અન્ય વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા સૂચના અપાઈ છે.


શિક્ષકના દિલમાં વાસનાની ભૂખ જાગી, અડધી રાતે ક્લાસની વિદ્યાર્નીનીને મળવા બોલાવી


ટ્રાફિક વિભાગ દ્વારા જણાવ્યું ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની પેટા કલમ ૩૩ (૧) (બી) (સી) ની સત્તા અન્વયે આગામી તા.૫/૧૦/૨૦૦૩, તા.૧૪/૧૦/૨૦૨૩, તા.૪/૧૧/૨૦૨૩,તા.૧૦/૧૧/૨૦૨૩ તથા તા.૧૯/૧૧/૨૦૧૩ ના રોજ ICC CRICKET WORLD CUP 2023 ની કુલ ૫- મેચો નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડીયમ' મોટેરા, સાબરમતી,અમદાવાદ શહેર ખાતે આાનાર છે. આ મેચ જોવા માટે આવનાર VVIP, મોટા પ્રમાણમાં અને મર્યાદીત સમયમાં વાહનો સાથે આવતા દર્શકો, ખેલાડીઓ અને સેલીબ્રીટીને જોવા માટે એકઠી થતી આમ જનતા વચ્ચે વાહનોની અવર-જવર અને ટ્રાફીક પ્રવાત સરળતાથી પસાર થાય તેમજ માર્ગ અકસ્માતો બનતા નિવારવા માટે નીચે મુજબનો રુટ જાહેર કરાયો છે. 


વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત ડાયવર્ઝન વાળો માર્ગ
જનપથ ટી થી મોટેરા સ્ટેડીયમ મુખ્ય ગેટ થઇ કૃપા રેસીડેન્સી ટી થઈ મોટેરા ટી સુધીનો જતો-આવતો માર્ગ.


અંબાજીમા હવે કોણ બનાવશે મોહનથાળ! ભેળસેળિયા ઘી બાદ મોહિની કેટરર્સનો કોન્ટ્રાક્ટ રદ


વૈકલ્પિક માર્ગની વિગત
૧. તપોવન સર્કલથી ઓ.એન.જી.સી. ચાર રસ્તાથી વિસત ટી થી જનપથ ટી થઇ પાવર હાઉસ ચાર રસ્તા થઇ પ્રબોધરાવળ સર્કલ સુધીના જતા-આવતા માર્ગ પરથી અવર-જવર કરી શકાશે.
૨. કૃપા રેસીડેન્સી ટી થઇ શરણ સ્ટેટસ ચાર રસ્તા થઇ ભાટ કોટેશ્વર રોડ થઇ એપોલો સર્કલ તરફ અવર-જવર કરી શકાશે.


 


world cup schedule : ટિકિટ બુક કરાવી લેજો, આ 9 દિવસોએ રમાશે ભારતની મેચ