શિક્ષકના દિલમાં વાસનાની ભૂખ જાગી, અડધી રાતે ક્લાસની વિદ્યાર્નીનીને મળવા બોલાવી

Teacher Molest Student : સુરતમાં નરાધમ શિક્ષક પોલીસના સકંજામાં.. આત્મહત્યાની ધમકી આપી વિદ્યાર્થિની સાથે કર્યા હતા અડપલાં.. બહેનપણી સાથે ગયેલી સગીરા મોડીરાત્રે આવતાં ભાંડો ફૂટ્યો.. પરિવારે ફરિયાદ આપતાં આરોપી શિક્ષકની કરાઈ ધરપકડ...
 

શિક્ષકના દિલમાં વાસનાની ભૂખ જાગી, અડધી રાતે ક્લાસની વિદ્યાર્નીનીને મળવા બોલાવી

Surat News ચેતન પટેલ/સુરત : સુરતના કાપોદ્રા વિસ્તારમાં શિક્ષક જ હેવાન બન્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ધોરણ 11 માં અભ્યાસ કરતી 16 વર્ષીય સગીરાની છેડતી કરી સબંધ નહિ રાખે તો આપઘાત કરવાની ચીમકી આપી હતી. ઘટનાની જાણકારી માતાપિતાને થતા ફરિયાદ કરવામાં આવી છે. જ્યાં કાપોદ્રા પોલીસે ઘટનાની ગંભીરતા જોઈ તાત્કાલિક હેવાન શિક્ષકની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલ્યો છે.

સુરતના અશ્વની કુમાર રોડ વિસ્તારમાં રહેતા રણકલાકારની ધો.૧૧ માં અભ્યાસ કરતી ૧૬ વર્ષની તરૂણીને સ્કુલના શિક્ષકે ‘તું નહીં આવે તો હું મારા હાથની નસ કાપી મરી જઈશ’ તેવી ધમકી આપતો હતો. તેથી તે ડરીને ગત શનિવારે મધરાતે સરને મળવા ગઈ હતી. જોકે, પિતરાઈ બહેન-બનેવી સાથે ગયેલી તરુણી પિતરાઈ બહેન પરત થયા બાદ પણ ઘરે નહીં આવતા શોધખોળ કરતા રાત્રે અઢી વાગ્યે ખોડીયાર નગર રોડ પરથી મળી હતી.

તરુણીની પુછપરછમાં ગણિતના શિક્ષક દોઢ મહિનાથી બોલાવી અડપલાં કરતા હોવાનું જણાવ્યું હતું. જે વાત જાણી વિદ્યાર્થીનીના પરિવારજનો પણ ચોંકી ઉઠ્યા હતા અને તેઓ તાત્કાલિક કાપોદ્રા પોલીસમાં મથકે પહોંચ્યા હતા. જ્યાં કાપોદ્રા પોલીસે છેડતીનો ગુનો નોંધી શિક્ષકની ધરપકડ કરી છે. 

પોલીસ તપાસ દરમીયાન વિદ્યાર્થીનીએ જણાવ્યું હતું કે સ્કુલમાં ગણિતના શિક્ષક મહેશ સર તેને છેલ્લા દોઢ મહિનાથી ફોન કરીને મળવા બોલાવતા હતા અને ‘તું નહીં આવે તો હું મારા હાથની નસ કાપી મરી જઈશ’ તેવી ધમકી આપતા હતા. તેથી તે તેમને મળવા ગઈ હતી. તરુણીની વધુ પુછપરછ કરતા સરે તેને ધમકી આપી મળવા બોલાવી અડપલાં કર્યા હોવાનું જણાવ્યું. આખરે માતાએ શિક્ષક વિરુદ્ધ છેડતીની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ૨૬ વષીય અપરણિત શિક્ષક મહેશ મનસુખભાઈ ગોંડલીયાની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news