ચેતન પટેલ, સુરત: આજથી સમગ્ર રાજયમાં નવા ટ્રાફિકના નિયમો લાગુ કરી દેવામા આવ્યા છે. ત્યારે સુરતમા વહેલી સવારથી 70 જેટલા પોઇન્ટ પર ટ્રાફિક પોલીસ દ્વારા વિવિધ વાહનચાલકો ટ્રાફિકના નિયમોનુ પાલન કરે છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરવામા આવી રહી છે. ત્યારે કેટલાક એવા અપવાદરુપ કિસ્સામા પોલીસ અને વાહન ચાલકો વચ્ચે જીભાજોડી થવાના પણ બનાવો સામે આવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- ક્યાર બાદ હવે 'મહા' વાવાઝોડું ગુજરાતને ઘમરોળવા તૈયાર, હવામાન ખાતાએ કરી આગાહી


સુરતમા પણ પોલીસ કમિશનર કચેરીની બહારથી જાનવી વાલેરા નામની યુવતી એકટીવા પર પસાર થઇ રહી હતી. દરમિયાન એસીપી હરેશ મેવાડા દ્વારા તેમની એકટિવા અટકાવવામા આવી હતી. એસપી દ્વારા ગાડીમાં નંબર પ્લેટ, આરસીબુક, લાયસન્સ ન હોવાને લઇ દંડની રસીદ ફાળી હતી. જો કે જાનવી દ્વારા એસીપી સાથે જીભાજોડી કરવામા આવી હતી.


આ પણ વાંચો:- રાજ્યમાં સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી, 145 ખરીદ કેન્દ્રો પર ખરીદી શરૂ


એસીપી દ્વારા વાહન ડીટેઇન કરવાની કામગીરી કરવામા આવી હતી. જેથી મામલો વધુ ઉગ્ર બન્યો હતો. દરમિયાન જાનવીની માતા પણ સ્થળ પર પહોંચી જઇ મિડિયા સાથે ગેરવર્તુણુક કરવા લાગી હતી. બાદમા એસીપીએ મધ્યસ્થી કરી મામલો થાળે પાડયો હતો. અને જાનવીને રુ 4700 નો દંડ ફરવા આદેશ કર્યો હતો.


જુઓ Live TV:- 


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...