ચેતન પટેલ/સુરત: દેશભરમાં બનતી અકસ્માતની ઘટનામાં એક લાખથી વધુ લોકો પોતાના જીવ ગુમાવે છે. જેમાં વાહન ચાલકોમાં ટ્રાફિકના નિયમો અંગેનો અભાવ મૂળભૂત કારણ હોવાનું જાણવા મળે છે. દર વર્ષે બનતી અકસ્માતની ઘટનાઓને લઇ ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક માર્ગ સલામતી સપ્તાહનું આયોજન કરી લોકોને અવેરનેસ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. ચાલુ વર્ષે પણ સુરત ટ્રાફિક પોલીસ દ્વારા આજથી ટ્રાફિક માર્ગ સલામતી સપ્તાહનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જે આગામી સાત દિવસ માટે વિવિધ કાર્યક્રમો થકી ચાલશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હીરા પર બનાવી PM મોદીનું ચિત્ર, રોજ કરવી પડી 5 કલાકની મહેનત, આટલા રૂપિયાનો થયો ખર્ચ


૩૧માં ટ્રાફિક માર્ગ સલામતી સપ્તાહનો આજરોજ સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો છે સુરતના અઠવાલાઇન્સ ખાતે ટ્રાફિક માર્ગ સલામતી સપ્તાહને લઇ વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવેલા આયોજન દરમિયાન એક રેલી કાઢવામાં આવી હતી. જે રેલીમાં સુરત ટ્રાફિક પોલીસના જવાનો, શાળાના બાળકો સહિત અન્ય સંસ્થાઓ પણ જોડાઈ હતી. સુરતના અઠવાલાઇન્સ ખાતેથી નિકળેલી રેલીમાં આશરે શાળાના બાળકો સહિત ટ્રાફિક પોલીસના જવાનો મળી 800થી વધુ લોકો જોડાયા હતા. 


ઓસ્ટ્રેલિયાની આગ કરતા ગુજરાતનો આ અહેવાલ વાંચી તમારા દિલમાં લાગશે આગ


વાહન ચાલકોમાં ટ્રાફિકના આવેને લઇ શાળાના બાળકોના હાથમાં અલગ અલગ પ્લે- કાર્ડ જોવા મળ્યા હતા. જે પ્લે- કાર્ડમાં ટ્રાફિકની જાગૃતતા અંગેના અલગ અલગ સ્લગનો લખવામાં આવ્યા હતા. ટ્રાફિકના નિયમોનું પાલનના કરવાના કારણે થતા ગેરલાભ અને નુકશાન અંગે વિધાર્થીઓએ લોકોમાં જાગૃતતા લાવવાનો પ્રયાસ કર્યો હતો. ૩૧ માં ટ્રાફિક માર્ગ સલામતી સપ્તાહ નિમિતે નીકળેલી આ રેલીને સુરત જોઈન્ટ પોલીસ કમિશનરે લીલી ઝંડી આપી. પ્રસ્થાન કરાવી હતી. ટ્રાફિક સપ્તાહનો પ્રારંભ કરાવી આગામી સાત દિવસ દરમ્યાન ટ્રાફિક અવેરનેસ અંગેના કાર્યક્રમો અંગેની રૂપરેખ આપી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube