હીરા પર બનાવી PM મોદીનું ચિત્ર, રોજ કરવી પડી 5 કલાકની મહેનત, આટલા રૂપિયાનો થયો ખર્ચ

શહેરમાં એક યુવકે ડાયમંડ (હીરા) પર અનોખી કલાકૃતી તૈયાર કરીને બધાને આશ્ચર્ય ચકિત કરી દીધા છે. યુવકે અસલી ડાયમંડને ભારતનાં નક્શાનો આકાર આપ્યો છે અને તેમાં વડાપ્રધાન મોદીની આકૃતી તૈયાર કરી છે. આકાશ સાલિયા નામના યુવકનાં ડોઢ કેટેરનાં હિરાને લેઝર ઇસ્ક્પિપ્શનથી ભારતનાં નક્શામાં દાળ કરી તેમાં વડાપ્રધાન મોદીની આકૃતી બનાવી છે. તેઓ હવે આ ડાયમંડને વડાપ્રધાનને ભેટ આપવા માંગે છે. સુરતનાં કતારગામનાં રહેવાસી આકાશ સાલિયાએ ડાયમંડ પર આકૃતી તૈયાર કરી છે. વર્ષ 2014-15માં આકાશે ઇન્ટરનેશનલ સ્કુલ ઓફ જેમ્સ એન્ડ જ્વેલરીમાં અભ્યાસ કરતા એક ડાયમંડને ભારતનાં નક્શાના આકાર આપવાનું કામ ચાલુ કર્યું હતું. 
હીરા પર બનાવી PM મોદીનું ચિત્ર, રોજ કરવી પડી 5 કલાકની મહેનત, આટલા રૂપિયાનો થયો ખર્ચ

સુરત: શહેરમાં એક યુવકે ડાયમંડ (હીરા) પર અનોખી કલાકૃતી તૈયાર કરીને બધાને આશ્ચર્ય ચકિત કરી દીધા છે. યુવકે અસલી ડાયમંડને ભારતનાં નક્શાનો આકાર આપ્યો છે અને તેમાં વડાપ્રધાન મોદીની આકૃતી તૈયાર કરી છે. આકાશ સાલિયા નામના યુવકનાં ડોઢ કેટેરનાં હિરાને લેઝર ઇસ્ક્પિપ્શનથી ભારતનાં નક્શામાં દાળ કરી તેમાં વડાપ્રધાન મોદીની આકૃતી બનાવી છે. તેઓ હવે આ ડાયમંડને વડાપ્રધાનને ભેટ આપવા માંગે છે. સુરતનાં કતારગામનાં રહેવાસી આકાશ સાલિયાએ ડાયમંડ પર આકૃતી તૈયાર કરી છે. વર્ષ 2014-15માં આકાશે ઇન્ટરનેશનલ સ્કુલ ઓફ જેમ્સ એન્ડ જ્વેલરીમાં અભ્યાસ કરતા એક ડાયમંડને ભારતનાં નક્શાના આકાર આપવાનું કામ ચાલુ કર્યું હતું. 
1998માં ડાયમંડ ખરીદ્યો હતો. 

આકાશે જણાવ્યું કે, વર્ષ 1998માં મારા નજીકના સંબંધીએ એક ત્રણ કેરેટનો ડાયમંડ ખરીદ્યો હતો. તે સમયે તેની કિંમત 45 હજાર રૂપિયા હતી. 14 વર્ષ બાદ આ ડાયમંડ જ્યારે મે ખરીદ્યો તો મને તેમાં ભારતના નક્શા જેવો આભાસ થયો હતો. આ કારણે બચપણમાં મનમાં રચી બસી દેશ ભક્તિની ભાવનાને કારણે હોઇ શકે છે, પરંતુ ડાયમંડ જોયા બાદ તે ડાયમંડમાં ભારતનો નક્શો બનાવવાનાં મનમાં આવ્યું અને મે તેના પર કામ કરવાનું ચાલુ કરી દીધું. 

ડાયમંડ 1.46 કેરેટનો હતો
આ ખાસ ડાયમંડ પર રોજ પાંચ કલાક કામ કરીને લગભગ બે મહિનામાં ડાયમંડને નક્શામાં પરિવર્તિત કરી દીધો. આ કામ એટલું સરળ નહોતું, કારણ કે લેઝર દ્વારા કામ કરવાનું હતું અને લેઝરના કારણે ઘણી વખત ડાયમંડ તુટવાની શક્યતાઓ વધી જાય છે. આ ડાયમંડને ભારતનાં નક્શામાં પરિવર્તીત કર્યું ત્યારે ડાયમંડ 1.46 કેરેટનું હતું અને જ્યારે નકશો તૈયાર થઇ ગયો તો તેને સલામી આપીને સુરક્ષીત કરી દીધું. 

જ્યારે તિજોરીમાંથી બહાર કાઢ્યો
આકાશે વર્ષ 2017માં ફરીથી આ ડાયમંડને તિજોરીથી બહાર કાઢ્યું અને આ ડાયમંડ પર કંઇક નવું કરવાનો વિચાર આવ્યો. તે સમયે પણ નરેન્દ્ર મોદી જ વડાપ્રધાન હતા મોદી સ્વચ્છ ભારત, ડિજિટલ ઇન્ડિયા, બેટી બચાઓ-બેટી પઢાઓ જેવા અનેક દેશહીતનાં કામ કરી રહ્યાહ તા. તેમનાં આ કામોથી પ્રભાવિત થઇને દેશે વડાપ્રધાનની કૃતી પણ આ ડાયમંડમાં બનાવવાનો નિર્ણય કર્યો. એક મહિનાની મહેનત બાદ વડાપ્રધાન મોદીની આકૃતીની આ ડાયમંડ પર વિકસીને આવી હતી. 

10-12 કાંચ પર પ્રેક્ટિસ કરી
આકાશે પહેલા નક્શા અને મોદીની કૃતી કાંચ (શીશા) પર બનાવીને તૈયાર કરી હતી. આકાશે જણાવ્યું કે, પહેલીવાર ડાયમંડને ભારતનાં નક્શાને આપવાનું હતું, ત્યારે 10-12 બાર કાચ પર લેઝરથી કામ કર્યું હતું, તેને સફળતા મળ્યા બાદ ડાયમંડ પર કામ ચાલુ કર્યું. માત્ર 1.46 કેરેટનાં ડાયમંડની અંદર લેઝર ઇન્સ્ક્રિપ્શનથી આકૃતીને ઉભારવાનું કામ એટલું સરળ નહોતું, જો કે શાંત અને મનથી અને સાચી લગન આકરા પરિશ્રમથી કામને સફળ બનાવ્યું. આ કારણ એટલું હતું કે, વોલ્ટેજ અને ડેપ્થમાં એક પોઇન્ટ પણ વધારે થઇ ગયું તો સંપુર્ણ ડાયમંડ તુટી જવાની સંભાવના હતી. હવે આ કામમાં આકાશને સફળતા મળી મળી ગઇ છે તો તે ડાયમંડ આકાશ પીએ મોદી સાથે મુલાકાત કરવા માંગે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news