ભચાઉ : તાલુકાના વોંધ રામદેવપીર વચ્ચેના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આજે બપોરે 2.30 વાગ્યાની આસપાસ ત્રણ વ્યક્તિઓને આઇસર ટેમ્પોએ અડફટે લેતા ત્રણ લોકોના મોત નિપજ્યાં હતા. જેમાં બે વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા. જ્યારે એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ભચાઉ પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સરકારી હોસ્પિટલમાં હડતાળ હોવાથી પોસ્ટ મોર્ટ સહિતની કાર્યવાહી ખોરંભે ચડી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ શું? વડોદરામાં આખા રોડ પર ભેદી ધડાકા બાદ આગ, બુઝાવવા આવેલી ફાયરની ગાડીમાં પણ આગ લાગી


ઘટના અંગે મળતી માહિતી અનુસાર ભચાઉ તાલુકાના રામદેવપીર નજીક આવેલા જલાઇરામ ઓઇલ એકમમાં કામ કરતા મુળ રાધનપુરના અનિરુદ્ધ યોગેશ પટેલ અને તેના કાકા જગદીશ કનૈયાલાલ પટેલ અને ગાંધીનગરના રહેવાસી તેવા જીગર મહેન્દ્રભાઇ પટેલના વોન્ધ ખાતે જમવા માટે ગયા હતા. પ્રસંગ પતાવીને પરત આવી રહેલા આ લોકો એ ટેમ્પોની અડફેટે આ લોકોનાં મોત નિપજ્યાં હતા. આ ઘટનાને પગલે સ્થાનિક તંત્ર પણ દોડતું થયું છે. 


ગુજરાતના અનેક ભરતી કૌભાંડો બહાર લાવનારા યુવરાજસિંહ જાડેજાની અટકાયત


આ અકસ્માતમાં કાકા-ભત્રીજાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે જીગરને ભચાઉ વાગડ વેલફેરમાં સારવાર માટે ખસેડાયો હતો. જો કે ત્યાં તેને યોગ્ય સારવાર મળે તે પહેલા જ તેમના મોત નિપજ્યાં હતા. જેના પગલે અકસ્માતમાં ત્રણ લોકોનાં મોત નિપજ્યાં હતા. જો કે પોલીસે કાયદેસરની કર્યવાહી હાથ ધરી હતી. પોસ્ટમોર્ટમ પણ થઇ શક્યા નહોતા. જેના પગલે હાલ સમગ્ર પ્રક્રિયા ખોરંભે ચડી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube