ઉદય રંજન/અમદાવાદઃ અનૈતિક સંબંધ કારણે પતિ-પત્ની ઝઘડામાં કરુણ અંત આવ્યો હોવાના બે અલગ અલગ કિસ્સાઓ અમદાવાદ શહેરમાં સામે આવ્યા છે. જેમાં અનૈતિક સંબંધના કારણે બે લોકો જીવ ગુમાવાનો વારો આવ્યો છે. આ મામલે સરખેજ અને વાસણા પોલીસે દુષ્પ્રેરણા ફરિયાદ નોંધી આરોપીઓની ધરપકડ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સભ્ય સમાજમાં હવે પારિવારિક સબંધોને લાંછન  લાગે તેવા કિસ્સાઓ રોજબરોજ સામે આવી રહ્યા છે. ત્યારે પહેલા કિસ્સાની વાત કરીએ તો અમદાવાદના સરખેજ વિસ્તારમાં ચાર દિવસ પહેલા લિયાકત ફકીર નામના એક યુવકે  પોતાન જ ઘરે ગળે ફાંસો ખાય  આત્મહત્યા કરી લીધી હતી. ચાર દિવસ બાદ પરિવારના સભ્યોને એક સ્યુસાઇટ નોટ મળી હતી. જે સ્યુસાઇટ નોટ માં લખ્યું હતું કે,'મૈં  લિયાકત શા પુરે હોસ મેં લીખ રહા હું કે મેરી મોત કા જીમેદાર મહમદભાઈ કા છોકરા કાલુ હૈ મેરી ઓરત કે સાથ ગેર સબંધ હોને કે કારણ યે મેં કદમ ઉઠા રહા હું: લિયાકત 


ત્યારે સરખેજ પોલીસે આ સ્યુસાઇટ નોટના આધારે મૃતક લિયાકત ફકીરની પત્ની તસ્લીમબાનું ફકીર અને તેના પ્રેમી સલીમ ઉર્ફે કાલુ પર આત્મહત્યા  દુષ્પ્રેરણા ફરિયાદ નોંધી આરોપી પત્નીની અટકાયત કરી છે.  ફરાર આરોપી પ્રેમી સલીમની અટકાયત કરવાની તજવીજ હાથ ધરી છે.


પેટા ચૂંટણીમાં વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગો અને કોવિડ-19ના દર્દીઓને  ટપાલ મતપત્ર દ્વારા મતદાનની સુવિધા


આ છે બીજી ઘટના
ત્યારે અમદાવાદના વાસણા વિસ્તાર પણ અનૈતિક સબંધોના કારણે એક મહિલાને જીવ ગુમાવાનો વારો આવ્યો છે. વાત છે ગત સોમવારની મમતા બહેને પોતાના પર કેરોસીન છાંટીને આગ લગાડી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. પણ જીવ બચી જતા હોસ્પિટલમાં સરવાર અર્થે ખસેડવા માં આવ્યા હતા. ત્યારે પરિવારના સભ્યો ને કહ્યું હતું કે મોત પાછળ  કોઈ અન્ય નહિ પણ ખુદ તેમનો પતિ પ્રકાશચંદ્ર જોશી છે. કેમ કે પતિ અને સાસરિયાના લોકો શારીરિક અને માનસિક ત્રાસ આપી રહ્યાં છે. સાથે પતિને ચાંદા રાજપૂત અને પૂનમ નામની બે મહિલા સાથે આડા સબંધ હોવાના કારણે પણ પત્ની મમતા બહેનને પરેશાન કરી રહ્યાં છે. ત્યારે વાસણા પોલીસે તમામ સામે આત્મહત્યાની  દુષ્પ્રેરણા ફરિયાદ નોંધી આરોપી પતિ પ્રકાશ ચંદ્ર જોષીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. 


ત્યારે અમદાવાદ ના આ બન્ને કિસામાં અનૈતિક સંબંધના કારણે અલગ અલગ એક પતિએ તો બીજા કિસ્સામાં પત્ની કરેલ આપઘાતમાં બે પરિવાર વેરવિખેર થઇ ગયો છે અને બાળકોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી ચુક્યા છે.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube