જામનગરઃ રાજ્યમાંથી પરપ્રાંતીય મજૂરોને પરત મોકલવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. ગુજરાતના અનેક શહેરોમાંથી ખાસ ટ્રેન દ્વારા આ મજૂરોને પરત મોકલવામાં આવી રહ્યાં છે. ત્યારે જામનગર જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા શ્રમિક એક્સપ્રેસ મારફતે શ્રમીકોને જામનગરના ગાંધીનગર રેલવે સ્ટેશન ઉપરથી ખાસ ટ્રેનો મારફતે તેમના વતન ઉત્તર પ્રદેશ અને બિહારમાં મોકલવા માટેની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. જેના ભાગરૂપે આજે પ્રથમવાર શ્રમિકોની એક ટ્રેનને ઉત્તર પ્રદેશ રવાના કરી દેવામાં આવી છે. આ ઉપરાંત આવતીકાલે ઉત્તર પ્રદેશના અન્ય 1200 તેમજ બિહારના બારસો સહિત 2,400 શ્રમિકોને તેમના વતનમાં મોકલવાની પ્રક્રિયા હાથ ધરાશે. જેના માટે એસ.ટી.ની બસોની મદદ લેવામાં આવી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જામનગરના એસટી ડેપોમાંથી આજે જુદી જુદી ચાલીસ એસટી બસો દોડતી કરવામાં આવી હતી. જામનગર શહેર ઉપરાંત મેઘપર -પડાણા દરેડ સહિતના વિસ્તારોમાંથી બારસો જેટલા શ્રમિકોને એકત્ર કરીને જામનગરના ગાંધીનગર રેલવે સ્ટેશન સુધી પહોંચાડવામાં આવ્યા હતા. જ્યાંથી તમામ શ્રમિકોને રેલવે માર્ગે ઉત્તર પ્રદેશ મોકલવામાં આવ્યા છે.


સાંસદ પૂનમબેન માડમ,  જિલ્લા કલેકટર રવિશંકર, જિલ્લા પોલીસ વડા શરદ સીધલ અને કમિશ્નર  સતીશ પટેલ સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં આજે પ્રથમ ટ્રેન રવાના કરાઇ હતી. જ્યાં શ્રમિકોને ફૂડ પેકેટની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.


અમદાવાદમાં શાકભાજી-કરિયાણાની ખરીદી કરવા પડાપડી, સોશિયલ ડિસ્ટેન્સિંગ ભૂલ્યા લોકો


આ ઉપરાંત બિહારના બારસો અને ઉત્તર પ્રદેશના બારસો શ્રમિકોને તેમના વતન પહોંચાડવા માટે આવતીકાલે વધુ ટ્રેનો દોડાવવામાં આવશે, જે માટે તંત્ર દ્વારા તમામ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. શ્રમિકોનું મેડિકલ પરીક્ષણ કરી લેવામાં આવ્યું છે. સમગ્ર પ્રક્રિયા માટે પોલીસ તંત્ર અને આરોગ્ય વિભાગ કામે લાગ્યું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર