બાળકોને હાથમાં તેડી, બિસ્તરા-પોટલા ઉંચકી ગોધરા રેલવે સ્ટેશનથી પરપ્રાંતિયોઓ વતન જવા નીકળ્યા
હાલ સમગ્ર રાજ્યમાં વતન જવાની માંગ સાથે પરપ્રાંતિયો (migrants)એ હોબાળો મચાવ્યો છે અને કેટલીક જગ્યાએ તો હિંસાના બનાવો પણ બન્યા છે. ત્યારે પંચમહાલ (panchmahal) માં વસવાસ કરતા શ્રમિકો માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજન સાથે 1200થી વધુ પરપ્રાંતિય શ્રમિકોને ખાસ શ્રમિક ટ્રેન મારફતે વતન પહોંચાડવામાં આવ્યા હતા.
જયેન્દ્ર ભોઈ/પંચમહાલ :હાલ સમગ્ર રાજ્યમાં વતન જવાની માંગ સાથે પરપ્રાંતિયો (migrants)એ હોબાળો મચાવ્યો છે અને કેટલીક જગ્યાએ તો હિંસાના બનાવો પણ બન્યા છે. ત્યારે પંચમહાલ (panchmahal) માં વસવાસ કરતા શ્રમિકો માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજન સાથે 1200થી વધુ પરપ્રાંતિય શ્રમિકોને ખાસ શ્રમિક ટ્રેન મારફતે વતન પહોંચાડવામાં આવ્યા હતા.
બ્રેકિંગ : ગુજરાતના 32મા જિલ્લામાં કોરોનાની એન્ટ્રી થઈ
પંચમહાલ જિલ્લામાં ખૂબ મોટી સંખ્યામાં જીઆઇડીસી અને ઈંટ ઉત્પાદન જેવા ઉદ્યોગો અને પાણીપુરી સહિત છૂટક ધંધા કરી રોજગારી મેળવવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં પરપ્રાંતિય શ્રમિકો હંગામી ધોરણે વસવાટ કરી રહ્યા હતા. પરંતુ કોરોના મહામારીને કારણે તમામ ધંધા રોજગાર ઠપ્પ થઈ જતા આ પરપ્રાંતિય શ્રમિકો અને રોજમદારોની હાલત કફોડી બની હતી. છેલ્લા ઘણા સમયથી આ શ્રમિકો પોતાના વતન જવા તંત્રને રજુઆત કરી ચૂક્યા હતા. જોકે વતન જવા માટે જરૂરી ઓનલાઈન અને તંત્ર દ્વારા જાહેર કરાયેલા 1077 નંબર પર રજિસ્ટ્રેશન કરાવેલ હોવા છતાં વિવિધ રાજ્યોમાં સંકલનના અભાવે આ શ્રમિકો રઝળી પડ્યા હતા. આ શ્રમિકો જે જગ્યાએ રોકાયા હતા ત્યાં સ્થાનિકો અને પોલીસ દ્વારા
જમવા સહિતની મદદ નિયમિત પહોંચાડવામાં આવતી હતી. પરંતુ તેમ છતાં કોરોના મહામારીથી ગભરાયેલા શ્રમિકો પોતાના વતન જવાની માંગ પર અડીખમ રહેતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લામાં અલગ અલગ જગ્યાએ વસવાટ કરતા શ્રમિકોને એસટી બસ મારફતે રાત્રે ગોધરા રેલવે સ્ટેશન ખાતે લાવી ખાસ શ્રમિક ટ્રેન મારફતે માદરે વતન રવાના કરાયા હતા.
ભચાઉ : યુવકના પોઝિટિવ કેસના રિપોર્ટ મામલે તંત્રએ મોટો છબરડો વાળ્યો
પંમચહાલમાં કામ અર્થે આવેલા શ્રમિક રાજવીરે ઝી 24 કલાકને જણાવ્યું કે, પંચમહાલ જિલ્લામાં અલગ અલગ સ્થાનો પર અટવાયેલા પરપ્રાંતિય શ્રમિકો માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ સુચારુ આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટરના જણાવ્યા અનુસાર જિલ્લામાંથી વિવિધ સ્થાનો પર વસવાટ કરતા શ્રમિકોને જે-તે સ્થળેથી ગોધરા રેલવે સુધી લાવવા માટે ખાસ એસટી બસોની વ્યવસ્થા કરવામાં આવી હતી. બસમાં બેસતા પહેલા તમામ લોકોનું હેલ્થ ચેકઅપ કરીને સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું. ત્યાર બાદ સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના પ્રોટોકોલને અનુસરીને સમગ્ર જિલ્લામાંથી 1220 જેટલા શ્રમિકો, જેઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, એ તમામ લોકોને ગોધરા રેલવે સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા
હતા. ગોધરાથી ઉત્તરપ્રદેશના કાનપુર સુધી સ્પેશ્યિલ શ્રમિક ટ્રેન દોડાવાઈ હતી. 24 કોચ ધરાવતી સ્પેશ્યલ શ્રમિક ટ્રેન મારફતે જિલ્લામાંથી 1220 પરપ્રાંતિય શ્રમિકો અને તેમના પરિવારજનોને કાનપુર સુધી મોકલવામાં આવ્યા. કાનપુર પહોંચ્યા બાદ ઉત્તરપ્રદેશ સરકાર તેઓને જે-તે જિલ્લામાં પહોંચાડશે.
બ્રેકિંગ : ગુજરાતના 32મા જિલ્લામાં કોરોનાની એન્ટ્રી થઈ
પંચમહાલ જિલ્લાના કલેક્ટર અમિત અરોરાએ કહ્યું કે, ગોધરા રેલવે સ્ટેશન ખાતે પણ લોકડાઉન માર્ગદર્શિકાનું ચુસ્ત પાલન થાય અને રાજ્યમાં અન્ય જગ્યાએ બન્યા છે તેવા હિંસાના કોઈ બનાવ ન બને તે માટે જિલ્લા અને રેલવે બંને પોલીસનો સ્ટાફ ખડકી દેવામાં આવ્યો હતો. શ્રમિકોને વતન મોકલવાની કાર્યવાહી ગત મોડી રાત સુધી ચાલી હતી. જિલ્લા વહીવટી તંત્રના કર્મચારીઓ, જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા ખડેપગે ઉભા રહીને ટ્રેનને રવાના કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર