અમદાવાદ સ્ટેશન પર આજથી 45 દિવસ સુધી કેટલીક ટ્રેન કેન્સલ, વેકેશનમાં ફરવા જનારા ખાસ વાંચી લે આ સમાચાર
અમદાવાદ રેલ્વે સ્ટેશન પર હાલમાં વિવિધ વિકાસલક્ષી અને મુસાફરોની સુવિધા સંબંધી કામગીરી ચાલી રહી છે. જેને લઇને ટ્રેન વ્યવહાર પર અસર પડી રહી છે. ત્યારે કાલુપુર રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 8 ઉપર ડ્રેનેજ અને અન્ય કામગીરીના કારણે આગામી 45 દિવસ એટલે કે દોઢ મહીના સુધી વિવિધ ટ્રેનોને અસર થશે.
અર્પણ કાયદાવાલા/અમદાવાદ :અમદાવાદ રેલ્વે સ્ટેશન પર હાલમાં વિવિધ વિકાસલક્ષી અને મુસાફરોની સુવિધા સંબંધી કામગીરી ચાલી રહી છે. જેને લઇને ટ્રેન વ્યવહાર પર અસર પડી રહી છે. ત્યારે કાલુપુર રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 8 ઉપર ડ્રેનેજ અને અન્ય કામગીરીના કારણે આગામી 45 દિવસ એટલે કે દોઢ મહીના સુધી વિવિધ ટ્રેનોને અસર થશે.
અમદાવાદ સ્ટેશન પર ચાલી રહેલા કામથી અનેક ટ્રેનોના શિડ્યુલ ખોરવાના છે. તો કેટલીક ટ્રેનોને કેન્સલ કરવામાં આવી છે. પ્લેટફોર્મ નં. 8 પર વોટર હાઈડ્રન્ટ અને ડ્રેનેજ સંબંધિત કાર્ય માટે બ્લોક લેવાના કારણે આગલા 45 દિવસ સુધી નીચે મુજબની ટ્રેનો પ્રભાવિત રહેશે.
ટ્રેન નં. 69131/69132 અમદાવાદ-ગાંધીનગર-અમદાવાદ મેમુ તા. 30 એપ્રિલ 2019 થી કેન્સલ રહેશે.
ટ્રેન નં. 69191 આણંદ-ગાંધીનગર મેમુ તા. 30 એપ્રિલ 2019 થી કેન્સલ રહેશે.
ટ્રેન નં. 69192 વડોદરા-અમદાવાદ મેમુ તા. 30 એપ્રિલ 2019 થી આણંદ-અમદાવાદ વચ્ચે કેન્સલ રહેશે.
ટ્રેન નં. 69113 ગાંધીનગર-આણંદ મેમુ તા. 01 મે 2019 થી કેન્સલ રહેશે.
ટ્રેન નં. 69106 અમદાવાદ-આણંદ મેમુ તા. 01 મે 2019 થી અમદાવાદ-આણંદવચ્ચે કેન્સલ રહેશે.
ટ્રેન નં. 69105 આણંદ-અમદાવાદ મેમુ અને ટ્રેન નં. 69114 અમદાવાદ-વડોદરા મેમુ તા. 01 મે 2019 થી અમદાવાદ-વટવા-અમદાવાદ વચ્ચે કેન્સલ રહેશે.
ટ્રેન નં. 69101 / 69102 / 69115 / 69108 અમદાવાદ-વડોદરા મેમુ, ટ્રેન નં. 69127 / 69128 / 69129 / 69130 અમદાવાદ-આણંદ મેમુ તા. 30એપ્રિલ 2019 થી અમદાવાદ-વટવા-અમદાવાદ વચ્ચે કેન્સલ રહેશે.
ટ્રેન નં. 59473 / 59474 અમદાવાદ-પાટણ પેસેન્જર તા. 01 મે 2019 થી અમદાવાદ-સાબરમતી (જેલ તરફ)-અમદાવાદ વચ્ચે કેન્સલ રહેશે.
તા. 01 મે 2019 થી ટ્રેન નં. 19411 અમદાવાદ-અજમેર ઇન્ટરસીટી અને તા. 30 એપ્રિલ 2019 ની ટ્રેન નં. 19412 અજમેર-અમદાવાદ ઇન્ટરસીટી અમદાવાદ-સાબરમતી (ધર્મનગર તરફ)-અમદાવાદ વચ્ચે કેન્સલ રહેશે.
ઉલ્લેખનીય છે કે, હાલ વેકેશનનો સમય છે. ફરવા નીકળેલા લોકોને કારણે દરેક ટ્રેનો ખીચોખીચ ભરેલી હોય છે, લોકોને ટીકિટ પણ માંડ મળતી હોય છે. આવામાં જો 45 દિવસ સુધી કામગીરી ચાલશે, તો મુસાફરોની પણ હાલાકી વધી જશે.