વરસાદી માહોલને કારણે ટ્રેન અને બસ સેવા પર અસર, 7 ટ્રેન કેન્સલ થઈ
ગુજરાત, મહારાષ્ટ્ર અને કેરળમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના લીધે ટ્રેન તથા બસ સેવાને અસર થઈ છે. વરસાદને કારણે કેટલીક ટ્રેન તથા બસ સેવાને બંધ તથા કેટલીક ટ્રીપને ડાયવર્ટ કરવામાં આવી છે. વરસાદને પગલે 7 ટ્રેનો કેન્સલ કરવામાં આવી છે. તો એક ટ્રેનનો રુટ ટૂંકાવવામાં આવ્યો છે. આ નિર્ણય પશ્ચિમ રેલવે દ્વારા લેવાયો છે.
અમિત રાજપૂત/અમદાવાદ :ગુજરાત, મહારાષ્ટ્ર અને કેરળમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના લીધે ટ્રેન તથા બસ સેવાને અસર થઈ છે. વરસાદને કારણે કેટલીક ટ્રેન તથા બસ સેવાને બંધ તથા કેટલીક ટ્રીપને ડાયવર્ટ કરવામાં આવી છે. વરસાદને પગલે 7 ટ્રેનો કેન્સલ કરવામાં આવી છે. તો એક ટ્રેનનો રુટ ટૂંકાવવામાં આવ્યો છે. આ નિર્ણય પશ્ચિમ રેલવે દ્વારા લેવાયો છે.
પશ્ચિમ રેલવે દ્વારા લેવાયો નિર્ણય લેવામાં આવ્યો છે કે, રેલવે ટ્રેક પર ભરાયેલા પાણી જ્યાં સુધી ઉતરશે નહી ત્યાં સુધી લાંબા અંતરની ટ્રેનો અને બે પેસેન્જર ટ્રેનો દોડાવવામાં નહી આવે. જયારે એક ટ્રેનનો રૂટ ટૂંકાવી દેવામાં આવ્યો છે. બીજી તરફ સમીખ્યાલી રેલવે સ્ટેશન ખાતે મોડી રાતથી ફસાયેલા 450 જેટલા મુસાફરોને એસટી નિગમની બસથી ગાંધીધામ-ભૂજ મોકલવામાં આવ્યા હતા. રેલવે તંત્ર દ્વારા રેલવે સ્ટેશન ખાતે મુસાફરો માટે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.
અમદાવાદીઓએ સાબરમતી સ્વચ્છતા અભિયાનમાં આપ્યો સાથ, દશામાની મૂર્તિ રિવરફ્રન્ટ પર જ મૂકી
કઈ કઈ ટ્રેન કેન્સલ કરાઈ
ટ્રેન નંબર - ૧૯૨૬૧ - ગાંધીધામ-કામાખ્યા એક્સપ્રેસ
ટ્રેન નંબર - ૧૯૨૬૧ - પોરબંદર-કોચુવેલી એક્સપ્રેસ
ટ્રેન નંબર - ૧૯૨૬૧ - જોધપુર-ગાંધીધામ સુપરફાસ્ટ
ટ્રેન નંબર - ૧૬૩૧૧ - શ્રીગંગાનગર-કોચુવેલી એક્સપ્રેસ
ટ્રેન નંબર - ૧૨૯૩૭ - ગાંધીધામ-હાવડા એક્સપ્રેસ
ટ્રેન નંબર - ૫૯૪૨૫ ગાંધીધામ-પાલનપુર પેસેન્જર ટ્રેન
ટ્રેન નંબર - ૧૯૧૫૨ ભૂજ-પાલનપુર ઈન્ટરસિટી
Photos : આંખોમાં ન સમાય તેવું સૌંદર્ય હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે સર્જાયુ છે
બસ સર્વિસને પણ અસર
રાજ્યમાં ભારે વરસાદથી એસટી સેવા પણ પ્રભાવિત થઈ છે. હજી પણ રાજ્યમાં 100 રૂટની 319 ટ્રીપ બંધ કરાઈ છે. સૌથી વધુ જામનગર, વડોદરા અને રાજકોટ જિલ્લો પ્રભાવિત થયો છે. જેથી અનેક મુસાફરો અટવાયા છે. ભારે વરસાદને પગલે બસ સર્વિસ બંધ કરાતા એસટી નિગમને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. તો બીજી તરફ, મુસાફરોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
રાજકોટ-મોરબીના મચ્છું ડેમમાંથી પાણી છોડતા 3 ડેમુ ટ્રેન કેન્સલ કરાઈ છે. રાજકોટ રેલવે ડિવીઝન હેઠળ આવતી 3 ડેમુ ટ્રેન કેન્સલ કરવામાં આવી છે. રાજકોટ-મોરબી, મોરબી-વાંકાનેર અને મોરબી-માળીયા મીયાણા વચ્ચે રેલ વ્યવહાર ખોરવાયો છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :