ચેતન પટેલ/સુરત :લોકડાઉનના કારણે સુરતથી મોટાભાગના યુપીવાસી શ્રમિકો પોતાના વતન ઘરવાપસી કરી ગયા છે. જેથી સુરત રેલવે સ્ટેશનથી યુપી તરફ જતી ટ્રેનો કેન્સલ કરવામાં આવી છે. મુસાફરોની સંખ્યામાં ઘટાડો નોંધાતા સુરત જિલ્લા કલેક્ટર દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.


માત્ર 6 મહિનાની દીકરીને સાસુ પાસે મુકીને કોરોનાના દર્દીઓની સેવામાં બિઝી રહે છે ડૉ. ક્રતિ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકડાઉનને છેલ્લા બે માસથી વધુ સમય થઈ ચૂક્યો છે. લોકડાઉનના કારણે સુરતમાં અટવાઈ પડેલા શ્રમિકોને પોતાના વતન મોકલવામાં આવી રહી રહ્યા છે. જે માટે તંત્ર દ્વારા ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી હતી. હાલ લોકડાઉનનો ચોથો તબક્કો અંતિમ ચરણમાં છે, ત્યારે સુરતથી મોટાભાગના શ્રમિકો પોતાના વતન ઘરવાપસી કરી ચૂક્યા છે. જેના કારણે સુરતથી યુપી ખાતે ઉપડતી ટ્રેનોમાં મુસાફરોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. આ કારણે છેલ્લા બે દિવસ દરમિયા 17 જેટલી યુપી જતી ટ્રેનો કેન્સલ કરવામાં આવી છે.


મોરબીની ગાડી પાટા પર આવી, 8૦૦માંથી ધીમેધીમે કરીને 200થી વધુ કારખાના ચાલુ થઇ ગયા


સુરત જિલ્લા કલેક્ટર દ્વારા હાલ યુપી ખાતે ટ્રેનો નહિ દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રેનમાં મુસાફરોની પૂરતી સંખ્યા ન મળતા તંત્રએ આ નિર્ણય લેવાની ફરજ પડી છે. મહત્વનું છે કે, સુરતથી 235 જેટલી ટ્રેનો લોકડાઉન દરમિયાન યુપી ખાતે દોડાવવામાં આવી હતી. આ ટ્રેનમાં સુરતથી માત્ર 3.50 લાખ યુપીવાસી શ્રમિકો પોતાના વતન તરફ હિજરત કરી ચૂક્યા છે.  જ્યાં મોટાભાના શ્રમિકો વતન ચાલ્યા ગયા હોવાથી મુસાફરોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. આ કારણે યુપી તરફની ટ્રેનો હાલ બંધ કરી દેવામાં આવી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર