વડોદરા: વડોદરામાં જળબંબાકાર વરસાદ વરસ્યો છે. જેના કારણે શહેર પાણી પાણી થઇ ગયું છે. શહેરમાં ભારે વરસાદને પગલે મહાનગર પાલિકા દ્વારા સીટી બસ બંધ કરી દેવામાં આવી છે. તેમજ સ્કૂલ, કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. તો બીજી તરફ ભારે વરસાદને પગલે રેલવેને અસર થતા ટ્રેનો રદ કરવામાં આવી છે તો કેટલીક ટ્રેનોના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- વડોદરામાં જળબંબાકાર: ગ્રામ્ય વિસ્તારના અસરગ્રસ્ત લોકોનું કરાયું સ્થળાંતર


મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા આશરે 20 ઈંચ કરતા પણ વધુ વરસાદ પડતા શહેરમાં સ્થિતિ અસ્થવ્યસ્થ થઇ ગઇ હતી. શહેરની મોટાભાગની સોસાયટીઓમાં પાણી ભરાઇ જવાને કારણે રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. કારેલીબાગ તુલસીવાડીની વસાહત પાણીમાં ગરકાવ થઇ જતા લોકોએ જીવ બચાવા માટે ઘરના છાપરે ચડ્યા હતા. ફાયર બ્રિગેડ દ્વારા 25 જેટલા લોકોનું રેસ્ક્યું પણ કરવામાં આવ્યું હતું. નીચાણવાળા વિસ્તારો સહિત અનેક જગ્યા પર પાણી ભરાઈ જતા જનજવન અસર પર પડી છે.


આ પણ વાંચો:- રાજ્યના 205 તાલુકામાં વરસાદ: વડોદરામાં બારે મેઘ ખાંગા, NDRF તૈનાત


શહેરની મહાનગર પાલિકા દ્વારા સીટી બસો બંધ કરવામાં આવી છે. તેમજ સ્કૂલ, કોલેજોમાં રજા જાહેર કરી દીધી છે. સાથે ભારે વરસાદને કારણે રેલવેને અસર થતા ટ્રેન નં-69102 અમદાવાદ-વડોદરા, ટ્રેન નં-69107 વડોદરા-અમદાવાદ, ટ્રેન નં-69118 દાહોદ-વડોદરા, ટ્રેન નં-19036 અમદાવાદ-વડોદરા મેમુ, ટ્રેન નં-19035 વડોદરા-અમદાવાદ મેમુ અને ટ્રેન નં- 52035 જમ્બુસર-પ્રતાપનગર નેરોગેજ ટ્રેન પણ રદ કરવામાં આવી છે તો કેટલીક ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી છે. 


આ પણ વાંચો:- અમદાવાદ: વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી, ઠેર-ઠેર ટ્રાફિક જામ


ભારે વરસાદને કારણે શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં વરસાદનું પાણી ઠલવાતા નદીની સપાટીમાં પણ વધારો થયો છે. વિશ્વામિત્રી નદીનાં કિનારે આવેલા વિસ્તારોમાં 1500 લોકોથી વધુ લોકોનું સ્થળાતંર કરવામાં આવ્યું છે. વિશ્વામિત્રી નદી ભયજનક સપાટી પરથી ઉપર આવતા શહેરનો કાલાધોડાનો બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે.


જુઓ Live TV:-


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...