બાળક પતંગ પકડવા માટે ગયો અને ટ્રેન આવી જતા પગ કપાઇ ગયા
શહેરમાં આવેલી ઉધના રેલવે લાઈન પર એક બાળકના પગ ગુડ્ઝ ટ્રેન નીચે આવી જતાં કપાઈ ગયાં હતાં. કપાયેલા પતંગ પકડવા જતાં ચાર બાળકોમાંથી એક ટ્રેનની અડફેટે આવી ગયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. બાળકને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેનું ઓપરેશન કરવામાં આવશે.ઘટના અંગે અગિયાર વર્ષીય ઈમામ શેખના પિતા ઈસ્લામ શેખે જણાવ્યું ગતું કે ઈમામ બહેનના ઘરે સામાન મુકી મિત્રો ઘરે કોઈને કહ્યા વગર નીકળી ગયો હતો.
તેજસ મોદી/સુરત: શહેરમાં આવેલી ઉધના રેલવે લાઈન પર એક બાળકના પગ ગુડ્ઝ ટ્રેન નીચે આવી જતાં કપાઈ ગયાં હતાં. કપાયેલા પતંગ પકડવા જતાં ચાર બાળકોમાંથી એક ટ્રેનની અડફેટે આવી ગયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. બાળકને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેનું ઓપરેશન કરવામાં આવશે.ઘટના અંગે અગિયાર વર્ષીય ઈમામ શેખના પિતા ઈસ્લામ શેખે જણાવ્યું ગતું કે ઈમામ બહેનના ઘરે સામાન મુકી મિત્રો ઘરે કોઈને કહ્યા વગર નીકળી ગયો હતો.
લગ્નમાં થઇ મુલાકાત બંન્ને વચ્ચે બંધાયો શારીરિક સંબંધ અને આવ્યો ચોંકાવનારો વળાંક...
ત્રણ બેન અને બે ભાઈઓમાં સૌથી નાના ઈમામ તેના ચારેક બાળ મિત્રો સાથે ઉધના રેલવે લાઈન રમતો હતો તે સમયે ઈમામ ગુડ્ઝ ટ્રેનની અફડેફેટે આવી ગયો હતો. જેમાં ઈમામના બન્ને પગ કપાઈ ગયાં હતાં. આ સમગ્ર ઘટનાને નજરો જોનારા તેના મિત્રોએ ઈમામ વિષે તેમના ઘરે જાણ કરતાં ભાગદોડ મચી ગઈ હતી. ઈમામને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
રાજકોટનાં રાજાના રાજ્યાભિષેકમાં ક્ષત્રીય મહિલાઓ બનાવશે અનોખો વર્લ્ડ રેકોર્ડ
સમગ્ર ઘટનામાં ઈમામ ને કપાયેલી પતંગ પકડવા જતા ગુડ ટ્રેનની ટક્કર વાગી હોય તે વાતનો તેના પિતાએ ઇનકાર કર્યો હતો પિતાનું કહેવું હતું કે તેની પાસે પતંગ છે જ નહીં તો પછી પતંગ ચગાવવાનો પ્રશ્ન જ ઉભો થતો નથી જોકે ઇમામે તેના પિતાને એવું કહ્યું હતું કે પાછળથી કોઈએ તેને ધક્કો મારતા ટ્રેન સાથે ટક્કર થઈ હતી પરંતુ સ્થાનિક લોકોનું કહેવું હતું કે પતંગ પકડવાની લ્હાયમાં ઈમામ રેલવે ટ્રેક પર દોડી રહ્યો હતો જેને કારણે તેનો ટ્રેન સાથે અકસ્માત થયો હતો ઈમામ ને હાલ નવી સિવિલ હોસ્પિટલના આઈસીયું વોર્ડમાં રાખવામાં આવ્યો છે તેનો એક પગ સંપૂર્ણ રીતે કપાઈ ગયો છે જ્યારે બીજા પગની ચામડી પર પગ હજુ ચોટી ગયો છે જેથી તેનું શારીરિક પરીક્ષણ કર્યા બાદ યોગ્ય સમયે ઓપરેશન કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube