લગ્નમાં થઇ મુલાકાત બંન્ને વચ્ચે બંધાયો શારીરિક સંબંધ અને આવ્યો ચોંકાવનારો વળાંક...

શહેરમાં લગ્નની લાલચ આપી યુવતીને દુષ્કર્મનો શિકાર બનાવનાર હવસખોરની પોલીસે ધરપકડ કરી હતી

Updated By: Jan 12, 2020, 10:24 PM IST
લગ્નમાં થઇ મુલાકાત બંન્ને વચ્ચે બંધાયો શારીરિક સંબંધ અને આવ્યો ચોંકાવનારો વળાંક...
પ્રતિકાત્મક તસ્વીર

રાજકોટ: શહેરમાં લગ્નની લાલચ આપી યુવતીને દુષ્કર્મનો શિકાર બનાવનાર હવસખોરની પોલીસે ધરપકડ કરી હતી. લગ્ન પ્રસંગમાં યુવતી સાથે ઓળખાણ થયા બાદ પ્રેમ સબંધ બાંધ્યો હતો અને ત્યાર બાદ બિભત્સ ફોટા અને વિડીયો ઉતાર્યા બાદ બ્લેકમેઇલ કરતો હોવાનું સામે આવ્યું હતું. જોકે હવસખોરે યુવતીનાં ભાઇને બિભત્સ ફોટા અને વિડીયો વોટ્સએપ કરતા મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો.

અમદાવાદ મ્યુનિ. સ્કુલમાં ભણી ચુકેલા તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ

પોલીસે ત્વરીત કાર્યવાહી કરતા મયુર ગોરધન ઘાવરી નામના વ્યક્તિની ધરપકડ કરી છે. રાજકોટનાં ઠક્કરબાપા હરિજનવાસમાં રહેતા મયુર ઘાવરી પર આરોપ છે. યુવતીને પ્રેમ જાળમાં ફસાવીને દુષ્કર્મ આચરવાનો. સમગ્ર મામલા પર નજર કરવામાં આવે તો, સાત વર્ષ પહેલા ભોગ બનનાર યુવતીને લગ્ન પ્રસંગમાં આરોપી મયુર સાથે મુલાકાત થઇ હતી. ત્યારબાદ બન્ને વચ્ચે પ્રેમ સબંધ બંધાયો હતો. આરોપી મયુરે યુવતીને દોઢેક વર્ષ પહેલા સાતમ આઠમનાં તહેવારમાં ઘરે એકલો હોવાથી બોલાવી હતી. પરીવારને લગ્ન કરવાનું કહિ દેવું છે તેવું જણાવતા યુવતી તેને મળવા માટે આવી હતી. ત્યારે આરોપીએ યુવતીને હવસનો શિકાર બનાવી હતી. જોકે આરોપીએ અંગત પળોનો વિડીયો અને ફોટા યુવતીની જાણ બહાર શુટ કરી લીધા હતા. ત્યાર બાદ બ્લેકમેઇલ કરીને અવાર નવાર હવસનો શિકાર બનાવી હોવાની પ્રદ્યુમનનગર પોલીસમાં ફરીયાદ નોંધાઇ હતી. જેને આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.

મોડાસાકાંડ મુદ્દે પરિવારે પોલીસ સ્ટેશનને ઘેર્યું, PIની તત્કાલ અસરથી બદલી કરવામાં આવી

પોલીસનાં કહેવા મુજબ, આરોપી છેલ્લા દોઢેક વર્ષથી યુવતીને બિભત્સ વિડીયો અને ફોટા હોવાથી બ્લેક મેઇલ કરતો હતો. એક મહિના પહેલા યુવતીને આરોપી જૂના બસ સ્ટેન્ડ પાછળ ગેસ્ટ હાઉસમાં લઇ ગયો હતો અને ત્યાં દુષ્કર્મ આચર્યું હતું. ભોગબનનાર યુવતીએ હવે લગ્ન કરી લઇએ કહેતા આરોપીએ લગ્ન કરવાની ના પાડી દીધી હતી અને 'તને હું કહું ત્યારે આવવું જોઇશે' કહિને વિડીયો અને ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી. યુવતીએ મળવા આવવાની ના કહેતા ઉશ્કેરાયેલા આરોપીએ યુવતીનાં ભાઇને બિભત્સ મોબાઇલ વિડીયો અને ફોટા વોટ્સએપ કરતા સમગ્ર મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો. હાલ તો પોલીસે આરોપી સોશ્યલ મિડીયા પર બિભત્સ વિડીયો અપલોડ કરે તે પહેલા જ ધરપકડ કરી જેલનાં સળીયા ગણતો કરી દીધો છે. પરંતુ આ પ્રકારે યુવતીઓ પ્રેમમાં આંધળો વિશ્વાસ કરી લેતી હોવાથી લગ્નની લાલચે દુષ્કર્મનાં બનાવોમાં વધારો થયો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube