ઝી બ્યુરો/ગાંધીનગર: લોકસભાની ચૂંટણી પહેલા TDOની બદલીના આદેશ કરવામાં આવ્યા છે. પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગે આદેશ રાજ્યભરના 164 TDOની બદલીના હુકમ કરવામાં આવ્યા છે. TDOની બદલી અંગે સત્તાવાર યાદી જાહેર જાહેર કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી અગાઉ સરકારી અધિકારીઓની બદલીની મોસમ ખીલી છે. રાજ્યભરના 164 TDOની બદલીના આદેશ કરી તેમને અન્ય સ્થળે ફરજ સોંપવામાં આવી છે. જ્યારે 19 અધિકારીઓને તાલુકા વિકાસ અધિકારી તરીકે પ્રમોશન અપાયું છે. પંચાયત વિભાગે હાલ આ બદલીના આદેાશ આપ્યા છે.