ગાંધીનગર: ચૂંટણી પહેલા રાજ્યમાં બદલીઓનો દોર યથાવત જોવા મળ્યો હતો. હવે ફરી એકવાર રાજ્યમાં 2020 બેચના IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં 6 IAS અધિકારીઓની બદલી કરાઈ છે. સચિવાલય ગાંધીનગરથી અલગ અલગ જિલ્લાઓમાં બદલી કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જુઓ કોને કઇ જગ્યાએ ટ્રાન્સફર કરાયા?




ઉલ્લેખનીય છે કે, અગાઉ ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા મોટા ઉલટફેર જોવા મળી રહ્યા હતા. સૌથી પહેલા પોલીસ વિભાગ ત્યારબાદ ડેપ્યુટી કલેક્ટરોની બદલી બાદ રાજ્યમાં IAS અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. ગુજરાતમાં અગાઉ 7 ડેપ્યુટી કલેક્ટરોની બદલી કરવામાં આવી હતી, ત્યારબાદ રાજ્યના 23 IAS અધિકારીઓની બદલી કરી દેવાઇ હતી.