રાજ્યમાં 74 IPS અધિકારીઓની બદલી, સંજય શ્રીવાસ્તવ અમદાવાદના પોલીસ કમિશનર
રાજ્યના ગૃહ વિભાગ દ્વારા મોડી રાત્રે એક ઓર્ડર જારી કરી રાજ્યના 74 આઈપીએસ અધિકારીઓની બદલીના આદેશ આપવામાં આવ્યા છે. અનેક શહેરોના પોલીસ કમિશનરોની પણ બદલી કરવામાં આવી છે.
ગાંધીનગરઃ ગુજરાતમાં નવા ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP)ની નિમણૂકની સાથે રાજ્યના પોલીસબેડામાં મોટા ફેરફાર થયા છે. ગૃહ વિભાગ દ્વારા 74 આઈપીએસ અધિકારીઓની બદલી-બઢતી કરવામાં આવી છે. અનેક શહેરોના પોલીસ કમિશનરોની બદલી કરી દેવામાં આવી છે. આશિષ ભાટીયા રાજ્યના નવા ડીજીપી બનતા અમદાવાદ પોલીસ કમિશનર તરીકે સંજય શ્રીવાસ્તવની નિમણૂક કરવામાં આવી છે. તેઓ 1987 બેચના અધિકારી છે. તો સુરત પોલીસ કમિશનર તરીકે અજય તોમરની નિમણૂક કરવામાં આવી છે.
આ સિવાય જો અન્ય મોટી બદલીની વાત કરીએ તો વડોદરા પોલીસ કમિશનરની જવાબદારી આર.બી.બ્રહ્મભટ્ટને સોંપવામાં આવી છે. શમશેર સિંઘને ADGP તરીકે ગાંધીનગર બદલી કરવામાં આવી છે. તો વડોદરાના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતને આઈજીપી ઈન્ટેલિજન્સ વિભાગમાં મુકવામાં આવ્યા છે. કેજી ભાટીને અમદાવાદના રેન્જ આઈજી બનાવવામાં આવ્યા છે. અમિતકુમાર વિશ્વકર્માને અમદાવાદ ક્રાઇમમાં જેસીપી તરીકે મુકવામાં આવ્યા છે.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube