મહેસાણા :  રાજ્યમાં કડી દારૂ કાંડ થયા બાદ ખુબ જ ચકચાર મચી ગઇ હતી. કડી પોલીસ સ્ટેશનમાંથી ગુમ થયેલો દારૂ કેનાલમાંથી મળી આવ્યો હતો. જો કે આ સમગ્ર કાંડમાં પોલીસ સ્ટાફ સંડોવાયેલો હોવાનું સામે આવતા પીઆઇ સહિતનાં સ્ટાફને સસ્પેન્ડ કરવામાં આવતા સમગ્ર રાજ્યમાં ચકચાર મચી જવા પામી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવસારી: 90 હજારની લાંચ લેતા મામલતદાર, ના.મામલતદાર, સર્કલ ઓફીસર અને ક્લાર્ક ઝડપાયા

જેના અનુસંધાને દબાણ થતા આખરે સરકારે દબાણ કરવાની ફરજ પડી હતી. મહેસાણાનાં એસપી મનિષ સીંઘની બદલી એસઆરપી ગ્રુપ 4 દાહોદ ખાતે કરવામાં આવી હતી. જ્યારે પોરબંદનરા એસપી ડૉ. પાર્થરાજ સિંહ ગોહિલને મહેસાણાના નવા એસપી નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત રાજકોટ સિટી ઝોન-1નાં ડીવાયએસપી ડૉ. રવિ મોહન સૈનીને પોરંબદરનાં એસપી તરીકે નિયુક્તિ આપવામાં આવી હતી. તે હવે પાર્થરાજસિંહનો પદભાર સંભાળશે. 


કોરોના: ગુજરાતના વુહાન એવા અમદાવાદનાં 251 દર્દી સાથે ગુજરાતમાં નવા 361 કેસ નોંધાયા

એડિશન ચિફ સેક્રેટરી સંગીતા સિંઘ દ્વારા તમામ બદલીઓનાં ઓર્ડર કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખીય છે કે, કડીનાં ચકચારી દારૂ કાંડ બાદ એસપીની બદલીની ચર્ચાઓ લાંબા સમયથી ચાલી રહી હતી. જેને આખરે સરકાર દ્વારા ઓપ આપવામાં આવ્યો હતો. જો કે હજી નવા એસપીની નિયુક્તિ બાદ જિલ્લામાં આંતરિક બદલીઓનો ગંઝીફો ચિપાય તેવી શક્યતાઓ સુત્રો વ્યક્ત કરી રહ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube