ચેતન પટેલ, સુરત: સુરતના ડીજીજીઆઇના ટ્રાન્સપોર્ટરને ત્યાં દરોડા પડાવામાં આવ્યા છે. કોલકાતાના કન્હૈયા કાર્ગો મૂવર્સની સુરત શાખા પર દરોડા પાડવામાં આવ્યા છે. સુરતના કાપડ વેપારીઓ સાથે જોડાણ કરી ઓએસટી ક્રેડિટ ખોટી રીતે મેળવવામાં આવી હતી. માલની ખરીદી અને તેમના માલની કોલકાતાથી ખોટી રીતે વળતર પર ઓએસટી ક્રેડિટ મેળવામાં આવી હોવાનું બહાર આવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- સુરતમા જેઠ અને નાના ભાઈની પત્નીએ સંબંધો લજવ્યા, પ્રેમ થતા ભાગી ગયા...


ટ્રાન્સપોર્ટર દ્વારા બનાવટી એલઆર અને ડિલિવરી ચલણો તૈયાર કરવામાં આવ્યા હતા. એજન્ટે આવા રોકડ વળતર પર 1.5 ટકાથી 2 ટકા કમિશન વસૂલ્યું હતું. એજન્ટના મકાનમાંથી 20 લાખની રોડક રકમ પણ મળી આવી હતી. ટ્રાન્સપોર્ટર અને એજન્ટોએ એક સાથે મળી આ ક્રેડિટની રકમ પર 60 લાખ મેળવ્યા હતા. તપાસમાં ઘણા કાપડના વેપારીઓ પણ સામેલ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો:- દુખદ સમાચાર : જલાલપોરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યનું કોરોનાથી મોત


જીએસટી ચોરીનો ચોક્કસ આંક હજુ બાકી છે. પ્રારંભિક અંદાજ મુજબ આશરે રૂપિયા 150 કરોડના માલની નકલી રીટર્ન અને બનાવટી ખરીદી કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. સુરતમાં અન્ય એક કિસ્સામાં ટેક્સટાઇલ મશીનરીના ઉત્પાદકને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા છે. રોકડમાં વેચાણની રકમનો હિસ્સો મેળવી ફાઇરલ પ્રોડક્ટના મૂલ્યાંકન હેઠળ રોકાયેલા હોવાની હકીકત સામે આવી છે. રોકડ રસીદો પર જીએસટીની ચોરી કરવામાં આવી રહી છે. ટેક્સ્ટાઇલ્સ વેપારીના ત્યાંથી ખાનગી રોકર્ડ કબજે કરવામાં આવ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube