સુરતમા જેઠ અને નાના ભાઈની પત્નીએ સંબંધો લજવ્યા, પ્રેમ થતા ભાગી ગયા...

સુરતમાં સમાજને એક કાળી ટીલી રૂપી ઘટના સામે આવી છે. જેમાં પરિણીત મોટાભાઈ અને તેમના જ નાના ભાઈની પત્ની સાથે પ્રેમ થઈ જતા મૈત્રી કરાર કરી ભાગી ગયા હતા. જેમાં મોટા ભાઈ પોતાની પત્નીને અને નાના બાળકો હાલ ભગવાન ભરોસે મુકાયાની ઘટના સુરતમાં પ્રકાશમાં આવી છે. 
સુરતમા જેઠ અને નાના ભાઈની પત્નીએ સંબંધો લજવ્યા, પ્રેમ થતા ભાગી ગયા...

ચેતન પટેલ/સુરત :સુરતમાં સમાજને એક કાળી ટીલી રૂપી ઘટના સામે આવી છે. જેમાં પરિણીત મોટાભાઈ અને તેમના જ નાના ભાઈની પત્ની સાથે પ્રેમ થઈ જતા મૈત્રી કરાર કરી ભાગી ગયા હતા. જેમાં મોટા ભાઈ પોતાની પત્નીને અને નાના બાળકો હાલ ભગવાન ભરોસે મુકાયાની ઘટના સુરતમાં પ્રકાશમાં આવી છે. 

ધોરણ-12ની પૂરક પરીક્ષાની તારીખ જાહેર, 2 વિષયમાં નાપાસ થયેલ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા

આપણા સમાજમા જેઠ વહુનો સંબંધ માન મર્યાદાવાળો કહેવાય છે. આજે પણ અનેક પરિવારોમાં નાની વહુ જેઠ સામે લાજ કાઢતી હોય છે. પરંતુ સુરતમાં સમાજને કાળા ટીલા રૂપી ઘટના બની હતી. જેમાં મોટા ભાઈ અને તેમના નાના ભાઈના પત્નીને પ્રેમ સંબંધ બંધાતા મૈત્રી કરાર કરી ભાગી ગયા હતા. ત્યાર બાદ પરિવારજનોએ બંન્નેને શોધ્યા હતા. પરંતુ મૈત્રી કરાર કરી લીધો હોવાથી કોઈ કઈ કરી શક્યા ન હતા.

દુખદ સમાચાર : જલાલપોરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યનું કોરોનાથી મોત 

જોકે મોટાભાઈના પત્નીએ સુરત પુણા પોલીસ મથકમાં પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોતાના પતિની કરતૂતો છતી થઈ હતી. તેમના પત્નીએ જણાવ્યું હતું કે, મારા પતિ મને વારંવાર મારતા હતા. સાથે જ જુગાર પણ રમતા અને રમાડતા હતા. ને ચોરી છુપે દારૂ પણ વેચતા હતા. જોકે મહિલાની વાત પોલીસે પણ ધ્યાને નહિ લેતા બાદમાં તેણે પોલીસ કમિશનર કચેરી ખાતે અરજી આપી હતી. ત્યાંથી પણ કોઈ સંતોષકારક જવાબ નહિ મળતા આખરે તેમને પત્રકારોનો સહારો લીધો હતો અને ન્યાયની માંગણી કરી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર

Trending news

Powered by Tomorrow.io