મૌલિક ધામેચા/અમદાવાદ : કોરોનાને કારણે સામાન્ય જનજીવનમાં અનેક પરિવર્તનો આવ્યા છે સાથે સાથે લોકોની આદતોમાં પણ આમુલ પરિવર્તન જોવા મળી રહ્યું છે. જો કે હવે લોકોના પ્રવાસ અંગેની આદતો અને તૈયારીઓમાં પણ ઘણું પરિવર્તન આવ્યું છે. કોરોના બાદથી વેક્સિન પાસપોર્ટનો એક નવો કોન્સેપ્ટ સામે આવ્યો છે. જેથી દરેક દેશ ઇચ્છે છે કે, તેમના નાગરિકો સ્વસ્થય રહે અને તેમના દેશમાં કોરોના ન આવે. જો કે આ પ્રયાસમાં કેટલીક વખત બહાર ગયેલા તેમના નાગરિકો મઉશ્કેલીમાં મુકાઇ જતા હોય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

VALSAD: ખુંખાર ગેંગસ્ટરે પેન્ટ કાઢીને એવી હરકત કરી કે જિલ્લા પોલીસ અને કલેક્ટર પણ દોડતા થયા


અમદાવાદમાં કેનેડાના PR ધરાવતો એક પરિવાર ફસાઇ ગયો છે. કેનેડા સરકારનાં એક ચોક્કસ નિયમનાં કારણે આ લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનું આવ્યું છે. જેમાં તેઓ કેનેડાના PR ધરાવે છે. તેઓ કોઈ કારણોસર થોડા સમય પહેલા ઇન્ડિયા આવ્યા હતા. તેઓએ કેનેડામાં જ અગાઉ P-FIZER વેકસીન લીધી હતી. ત્યારે કેનેડાની સરકારે તેમનું સર્ટિફિકેટ પણ ઉપલબ્ધ કરાવ્યું હતું. તેઓ હવે કેનેડા પાછા જવા માટે તૈયારીઓ કરી ત્યારે વેકસીનેશન સર્ટિફિકેટમાં માત્ર બારકોડ ન હોવાથી તેમને મુશ્કેલીઓ પડી રહી છે. 


Indian Army ના પેરા એથલેટ Tokyo Paralympics 2020 માટે થયા ક્વોલિફાઇ


હાલ ઇન્ડિયા અને કેનેડા વચ્ચે કોઈ ડાયરેક્ટર ફ્લાઇટ નથી. તેથી હવે કોઈને પણ કેનેડા જવું હોય તો તેને થર્ડ કન્ટ્રીનો સહારો લેવો પડે છે. જેમાં કતર, માલદીવ, સાઈબેરિયા અને મેક્સિકો વગેરે કન્ટ્રી થઈ કેનેડા જવું પડે છે. જેમાં આ અનેક દેશોમાં અલગ અલગ પોલિસી છે. જેથી તેઓએ કતર થઇને કેનેડા જવાનો નિર્ધાર કર્યો હતો. એરપોર્ટ પહોંચ્યા અને ત્યાંજ દોહા એરપોર્ટ પરથી તેઓને વેકસીનેશન બારકોડે સ્ટીકર હીવથી તેમને ના પાડી દેવામાં આવી હતી. તેઓ એરપોર્ટ પરથી ઘરેજ પાછા ફરવું પડ્યું હતું. 


પ્રેમિકા અને તેની દિકરી બંન્ને મારી છે, યુવતી સાથે લગ્ન કરનાર યુવકની હત્યા અને...


આ મામલે કેનેડા એમ્બસી દિલ્હીને રજુઆત કરી સાથે તેઓએ કેનેડાના ઓટાવામાં આવેલી એમબેસીમાં પણ રજુઆત કરી તો તેઓ એ હાથ ઊંચા કરી લીધા હતા. તેમણે કહ્યું કે, અમે કેનેડા સિટીઝનની મદદ કરીએ. તમે સિટીઝન નથી. જેથી હવે આ 2 કેનેડિયન PR ઇન્ડિયામાં અટવાયા છે. હવે તેઓ પાંચ ગણા પૈસા ખર્ચીને ચાર્ટડ ફ્લાઇટમાં ત્યાં જવા માટેની કવાયત કરી રહ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube