VALSAD: ખુંખાર ગેંગસ્ટરે પેન્ટ કાઢીને એવી હરકત કરી કે જિલ્લા પોલીસ અને કલેક્ટર પણ દોડતા થયા
Trending Photos
વલસાડ : રાજ્યના છેવાડે આવેલ ગુજરાત અને મહારાષ્ટ્ર ની બોર્ડને અડીને આવેલા નારગોલ વિસ્તારમાં લૂંટ કરવા આવેલ 11 આરોપીમાંથી પોલીસ દ્રારા પકડવામાં આવેલ બે આરોપી પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવેલ લૂંટના બે આરોપી માંથી એક આરોપીએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના નારગોલમાં લૂંટની એક મોટી ઘટના બને એ પહેલા જ પોલીસે અટકાવી હતી. જોકે પૂરી તૈયારી સાથે લૂંટ અને ધાડના ગુનાને અંજામ આપવા નીકળેલ ગેંગના પોલીસના હાથે ઝડપાયેલા બે આરોપી પૈકી એક આરોપીએ નારગોલ મરીન પોલીસ સ્ટેશનમાં જ પોતાના પેન્ટ વડે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ હતી.
ઘટનાની જાણ થતા જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડતા થઈ ગયા હતા. પોલીસ સ્ટેશનમાં જ આરોપીના આપઘાતના આ મામલાને ગંભીરતા લઈ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તપાસ હાથ ધરી હતી. તે સાથે જ ઝડપાયેલા અને ફરાર થઈ ગયેલા આરોપીઓ વિરુદ્ધ પોલીસે ફરિયાદ કરવા સહિતની કાર્યવાહી પણ હાથ ધરી હતી.
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના નારગોલમાં ગઈ મોડીરાત્રે એક લૂંટારૃ ગેંગે એક બંગલોની રેકી કરી અને મોટી લૂંટની ઘટનાને અંજામ આપવા નીકળી હતી. જોકે વલસાડ જિલ્લા એલસીબી પોલીસની ટીમે કારમાં નીકળેલી આ લૂંટારું ગેંગને પડકારી હતી. આથી મોકાનો લાભ લઇ અન્ય આરોપીઓ ફરાર થઈ ગયા હતા. પરંતુ બે આરોપીઓ પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા. ઝડપાયેલા આરોપીઓને પોલીસ સ્ટેશનમાં રાખી ફરાર થઈ ગયેલો આરોપીઓની તપાસમાં પોલીસ નીકળી હતી. દરમિયાન જ પોલીસના હાથે ઝડપાયેલ આરોપી નિતીન સોમાભાઈ ઉરડેએ બાથરૂમમાં જવાના બહાને બાથરૂમની અંદર જઈ પોતાના જ પેન્ટ વડે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
એક ખૂંખાર લૂંટારુ ગેંગ મોટા લૂંટના ગુનાને અંજામ આપે તે પહેલા જ બે આરોપીઓને દબોચી લીધા હતા. પરંતુ એક આરોપીએ ઝડપાયાના ગણતરીના કલાકમાં જ પોલીસ સ્ટેશનના બાથરૂમમાં જ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા જિલ્લાભરની પોલીસ દોડતી થઇ ગઇ હતી. પોલીસ સ્ટેશનમાં આરોપીના મોતના આ સમગ્ર પ્રકરણને ગંભીરતાથી લઇ વલસાડ જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓએ પણ તપાસ હાથ ધરી હતી. સાથે જ ઉમરગામ મામલતદાર અને જિલ્લાના અન્ય અધિકારીઓએ પણ ઘટના સ્થળની મુલાકાત લઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
જોકે પોલીસના હાથે ઝડપાયેલ ગેંગની કાર પણ મળી આવી હતી. આથી પોલીસે આ મામલામાં ઝડપાયેલા ગેંગના બે સભ્યો સહિત ફરાર અન્ય આરોપીઓ વિરુદ્ધ પણ લૂંટ સહિતના ગંભીર ગુનાઓ હેઠળ ફરિયાદ નોંધવાની પણ કાર્યવાહી હાથ ધરી હતી. આમ વલસાડ એલસીબી પોલીસ અને મરીન પોલીસે લૂંટની મોટી ઘટનાને બનતા પહેલા જ અટકાવી હતી. પરંતુ પોલીસના હાથે ઝડપાયેલા એક આરોપીઓએ પોલીસ સ્ટેશનમાં જ ગળે ફાંસો ખાઈ લેતા પોલીસને દોડતી કરી દીધી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે