ગૌરવ દવે, રાજકોટઃ  રાજકોટમાં વધુ એક પરિણીતા દુષ્કર્મનો શિકાર બની છે. રાજકોટ થી જૂનાગઢ જતા બસના ચાલકને સંપર્કમાં આવી અને હવસખોર ડ્રાઇવરે લગ્ન કરવાની લાલચ આપી અનેક વખત પિંખી નાખી હતી. જોકે લગ્ન કરવા મહિલાએ પતિને છુટાછેડા આપી દીધા પરંતુ બસ ચાલકે લગ્ન કરવાની ના પાડી દીધી. અંતે આ મામલો રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશને પહોંચ્યો અને પોલીસે આ નરાધમ શખ્સની ધરપકડ કરી. જૂઓ ત્રણ સંતાનના પિતાની હેવાનીયત અમારા આ રિપોર્ટમાં...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહિલાઓ માટે લાલબત્તી સમાન કિસ્સો...
પોલીસે ધરપકડ કરેલા આરોપીનું નામ રાહુલ હુંબલ છે, જે વંથલીના ટીંમસ ગામનો વતની છે. આરોપી રાહુલ હુંબલ પર આરોપ છે મહિલાને લગ્નની લાલચ આપી અવાર નવાર દુષ્કર્મ આચરવાનો. સમગ્ર મામલા પર નજર કરીએ તો, રાજકોટથી જૂનાગઢની બસમાં મહિલાને અવાર નવાર જવાનું થતું હતું. જેથી આરોપી 2022માં મહિલાના સંપર્કમાં આવ્યો અને પરિચય થયો. મહિલા માનસિક રીતે તૂટી પડતા હવસખોરે તેનો ફાયદો ઉઠાવ્યો અને હવસનો શિકાર બનાવી. હવસખોરનો ત્રાસ વધતા અંતે મહિલા કંટાળી પોલીસના શરણે ગઈ અને પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હવસખોર રાહુલની ધરપકડ કરી તપાસ શરૂ કરી હતી.


કેવી રીતે થયો પરિચય અને બની હવસનો શિકાર ?
પોલીસ પાસે થી મળતી માહિતી મુજબ, પીડિતા મહિલા વર્ષ 2022માં રાજકોટથી જૂનાગઢ જતી હતી ત્યારે સુરતથી કેશોદ રૂટની રાઘવ ટ્રાવેલ્સની બસના ચાલક રાહુલ હુંબલ સાથે પરિચય થયો હતો અને ફોન પર એકબીજાને મેસેજ કરતા હતા. દરમિયાન એપ્રિલ 2024માં મહિલાની 15 વર્ષની પુત્રીએ આપઘાત કરી લેતા માનસિક અસ્વસ્થ થઇ ગઇ હતી. એટલું જ નહીં પતિ પણ દારૂની કુટેવે ચડી જતા ધંધામાં પૂરતું ધ્યાન આપતો નહીં હોવાથી બંને વચ્ચે અવારનવાર બોલાચાલી થતી હતી. આ સમગ્ર સ્થિતિ વચ્ચે રાહુલ સાથે મોબાઇલમાં સતત વાતચીત થતી હોય રાહુલ મહિલાને સાંત્વના આપતો હતો. રાહુલે મહિલાને કહ્યું હતું કે, તું મારા ઘરે આવ અને બધાને મળ તો તારું દુ:ખ હળવું થઇ જાય, જેથી મહિલા તેના ઘરે ગઇ હતી અને તેના પરિવારના સભ્યોને મળી હતી. પતિ દારૂ પી મારકૂટ કરતો હોય રાહુલે પતિ સાથે છૂટાછેડા લઇ લેવાનું કહ્યું હતું. પરંતુ છૂટાછેડા બાદ પોતાનું કોણ તેવું કહેતા ત્રણ સંતાનના પિતાએ છૂટાછેડા લે તો હું લગ્ન કરીશ તેવી ખાતરી આપી હતી. જુલાઇ 2024માં રાહુલ રાજકોટ આવ્યો હતો અને મહિલાના ઘરે કોઇ નહોતું ત્યારે તેના ઘરે પહોંચ્યો હતો અને બળજબરી કરી શરીરસંબંધ બાંધ્યા હતા. જોકે મહિલાએ પતિ સાથે છુટાછેડા લઈ લીધા બાદ રાહુલે લગ્ન કરવાની ના કહી દીધી. રાહુલ અવાર નવાર ઘરે આવી શારીરિક સંબંધો બંધતો પરંતુ લગ્ન કરવાની ના કહી દેતો. રાહુલ સાથે માથાકૂટ થતા રાહુલે મહિલાને હવસનો શિકાર બનાવી મારામારી કરી માથું કબાટ સાથે અથડાવ્યું એટલું જ નહિ મહિલાના પીઠના ભાગે બચકા પણ ભર્યા હતા.


આ પણ વાંચોઃ આ પાંચ અધિકારીઓ સામે ચાલ્યો સરકારનો ડંડો, ફરજિયાત નિવૃત્ત કરી ઘરે બેસાડી દેવાયા


હાલ તો પોલીસે આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કરી દીધી. પરંતુ સમાજમાં બનતા આવા બનાવોને રોકવા દરેક વ્યક્તિની ફરજ છે. એટલું જ નહીં માનસિક રીતે સ્વસ્થ ન હોઈ ત્યારે તમારા પરિવારજનોનો સહારો લેવો જોઈએ. નહિ કે આવા હવસખોરોનો. આ કિસ્સો સમાજ માટે અને યુવતીઓ માટે લાલબત્તી સમાન છે.