અમદાવાદ : રબારી સમાજના ધર્મગુરુ બળદેવગીરીજી બાપુનું નિધન થયું છે. તરભ વાળીનાથ ધામના મહંત બળદેવગીરીજી મહારાજ રબારી સમાજ માટે ખુબ જ પુજ્ય હતું. જ્યારે તરભ વાળીનાથ ધામ પણ રબારી સમાજનાં લોકોમાં ખુબ જ પુજ્ય સ્થાન છે. મહંત લાંબા સમયથી બિમાર હોવાનાં કારણે તેમની સારવાર ચાલી રહી હતી. બળદેવગીરી મહારાજનાં નિધનથી રબારી સમાજનાં લાખો ચાહકોમાં શોકની લાગણી પણ પ્રસરી છે. લાંબી બિમારી બાદ સાંજે તેઓ સ્વર્ગારોહણ કરી ગયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચૂંટણી માટે પાટીલ ભાઉનો નવો મંત્ર, કર્મ કરો ફળની આશા ન રાખો, સમય આવ્યે દરેકને ફળ મળશે


મહંતના નિધનના કારણે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સમગ્ર રબારી સમાજના ધર્મગુરુ બળદેવ ગીરીજી બાપુના દુઃખદ અવસાન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલી પાઠવી છે. રબારી સમાજના શ્રધ્ધા આસ્થા કેન્દ્ર તરભ વાળીનાથ ધામના ગાદીપતિ  મહંત બળદેવગીરીજી મહારાજ પ્રત્યે સમાજ સમગ્ર રબારી સમાજની આસ્થાનો ઉલ્લેખ કરતાં વિજય રૂપાણીએ રબારી સમાજના શોકમાં સહભાગી થવા સાથે સદગત બળદેવ ગીરીજીના આત્માની પરમ શાંતિની પ્રાર્થના પણ કરી છે.


અમદાવાદમાં અનેક હસ્તીઓની સારવાર કરનાર ડોક્ટર પાસે ડિગ્રી જ નહોતી, પોલીસે ઝડપ્યો !


અમિત શાહ ટ્વીટ
તરભવાળીનાથ ધામ,વિસનગર (મહેસાણા)ના મહંત તથા રબારી સમાજના ધર્મગુરૂ પૂજ્ય બળદેવગિરિજી મહારાજના બ્રહ્મલીન થયાના સમાચાર સાંભળી અત્યંત દુઃખની લાગણી અનુભવું છું. પ્રભુ તેમના પાવન આત્માને શાંતિ અર્પે તેમજ તેમના અનુયાયીઓ-ભક્તોને આ આઘાત સહન કરવાની શક્તિ આપે તે જ પ્રાર્થના. ઓમ શાંતિ. તેમ ટ્વીટ કરીને તેમણે મહંતને પોતાની શોકાંજલી અર્પી હતી. 


ગુજરાત: હુમલો આ વીડિયો જોઇ કોઇ પણ ગુજરાતી થથરી જશે, ગુજરાતમાં ક્યારે આવું પણ બની શકે?


વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ ઓડિયો ક્લિપ દ્વારા મહંતને શોકાંજલી પાઠવવામાં આવી હતી. વડાપ્રધાન મોદીએ ઓડિયો ક્લિપ દ્વારા સમગ્ર રબારી સમાજને આ દુખની ઘડી સહન કરવાની શક્તિ મળે તેવી પ્રાર્થના કરી હતી. મહંતનાં નિધનના કારણે મોટા પ્રમાણમાં આસ્તિકો એકત્ર થઇ રહ્યા છે. કાલે ત્રણ વાગ્યે તેમની અંતિમયાત્રા નિકળશે. જ્યારે પાંચ માગ્યે તેમને સમાધિસ્થ કરવામાં આવશે. જો કે મોટા પ્રમાણમાં ભાવિકોની ભીડને કોરોના કાળમાં એકત્ર ન થવા માટે અપીલ કરવામાં આવી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube