ગુજરાત: હુમલો આ વીડિયો જોઇ કોઇ પણ ગુજરાતી થથરી જશે, ગુજરાતમાં ક્યારે આવું પણ બની શકે?

  જિલ્લાનાં વેરાવળ શહેરનાં ભાલકા વિસ્તારમાં પોતાનો પ્લોટ જોવા માટે ગયેલા શીખ પરિવારનાં સભ્યો પર તેના જ પરિવાર દ્વારા તલવાર અને પાઇપો વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ મારામારીની ઘટનાનો વીડિયો સોશિયલ વીડિયામાંવાયરલ થઇ રહ્યો છે. પોલીસે ગુનો નોંધીને આ અંગે કાયદેસરનો ગુનો નોંધીને તપાસ આદરી છે.

ગુજરાત: હુમલો આ વીડિયો જોઇ કોઇ પણ ગુજરાતી થથરી જશે, ગુજરાતમાં ક્યારે આવું પણ બની શકે?

ગીર સોમનાથ:  જિલ્લાનાં વેરાવળ શહેરનાં ભાલકા વિસ્તારમાં પોતાનો પ્લોટ જોવા માટે ગયેલા શીખ પરિવારનાં સભ્યો પર તેના જ પરિવાર દ્વારા તલવાર અને પાઇપો વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ મારામારીની ઘટનાનો વીડિયો સોશિયલ વીડિયામાંવાયરલ થઇ રહ્યો છે. પોલીસે ગુનો નોંધીને આ અંગે કાયદેસરનો ગુનો નોંધીને તપાસ આદરી છે.

મારામારીની ઘટના અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર વેરાવળના પ્રભાસ પાટણના શાંતીનગર વિસ્તારમાં રહેતા હરનામકૌર જીવનસિંગ બાવરી તેનો પુત્ર, ભાઇ, બહેન બનેવી સાથે ભાલકા વિસ્તારમાં રામપીર મંદિરની પાસે તેમનાં મકાનનું કામ ચાલુ હતું તે જોવા ત્રણ દિવસ પહેલા ગયા હતા. તે સમયે ત્યાં બાજુમાં ઝુંપડુ વાળી રહેતા તેના જેઠ કરતારસીંગ સોનસીંગ બાવરી, કાળુસિંગ માનવરસીંગ બાવરી, જીવણસીંગ બાવરી, સુરજીત બાવરી, ગુડુસીંગ બાવરી સહિતનાં લોકોએ તલવાર વડે અચાનક હુમલો કર્યો હતો.

તલવાર અને પાઇપો સાથે તુટી પડેલા આ લોકો હરનામ કૌર અને તેના પુત્ર, ભાઇ, બહેન બનેવી સહિતનાં લોકોને માર મારીને તેમનાં બાઇકમાં તોડફોડ કરી હતી. તેમને મારી નાખવાની ધમકી પણ ઉચ્ચારી હતી. હાલ તો આ હુમલામાં ઇજાગ્રસ્ત તમામ લોકોને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જો કે હરનામ કૌરે નોંધાવેલી ફરિયાદમાં સામે આવ્યું કે, હુમલાખોરો તેમના જ સંબંધીઓ હતા. અંગત અદાવતમાં તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો.

હાલ તો સમગ્ર મુદ્દે પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરીને તપાસ ચાલુ કરવામાં આવી છે. જો કે મારામારીની આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર પ્રસરી છે. આ વીડિયોમાં જે પ્રકારે હિંસક હુમલો કરવામાં આવ્યો છે તે જોઇને કોઇ પણ સામાન્ય નાગરિકને લાગે કે આ ગુજરાતનો વીડિયો ન હોઇ શકે. હુમલાખોરો ખુબ જ ક્રૂરતાથી હુમલાઓ કરી રહ્યા છે. આ ઉપરાંત બાઇક પર પણ પાઇપ અને તલવારો વડે ઘા મારી રહ્યા છે. અને સતત ચેતવણી આપતા રહે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news