* દિનેશ ત્રિવેદી ના મુળ કચ્છ સાથે જોડાયેલા છે તેઓ ગુજરાતી પણ છે 
* ભાજપ પશ્વિમ બંગાળ માં પોતાનો પગપેસારો કરવા જોર લગાડી રહી છે
* ગુજરાત માં રાજ્યસભાની ખાલી પડેલી બંને બેઠકો ભાજપ માટે સૌથી વધારે સેફ પણ છે


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હિતલ પારેખ/ગાંધીનગર : ગુજરાતમાં રાજ્યસભાની ખાલી પડેલી બે બેઠકો અંગે પહેલી માર્ચે મતદાન થવાનું છે. આ માટે જાહેરનામું પણ ગુરૂવારે બહાર પાડી દેવામાં આવ્યું છે. આ બંન્ને બેઠકો માટે ચૂંટણી અલગ અલગ બેલટ પર કરવાની હોવાથી દરેક ધારાસભ્યને બે મત આપવાના હોવાથી બંન્ને સીટ ભાજપ જીતે તે નક્કી જ છે. જો કે ભાજપ એક બેઠક પરથી દલિત ઉમેદવારને જ્યારે એક બેઠક પર પાટીદાર સિવાયનાં એક સવર્ણ ઉમેદવારને ઉતારે તેવી શક્યતા સુત્રો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. 


ખેડૂત સહકારી મંડળીના પૈસા લાખો રૂપિયા લઇને મંત્રી રફૂચક્કર, જાણો તમારા પૈસા તો નથી ફસાયા?


ભાજપના સુત્રોના જણાવ્યા અનુસાર હાલ ભાજપનાં છ સભ્યો પૈકી ત્રણ સભ્યો પાટીદાર, એક દક્ષિણ ભારતીય બ્રાહ્મણ, એક ઓબીસી અને એક અનુસૂચિત જનજાતિના છે. ત્યારે હવે બે બેઠકો પૈકી એક દલિત અને એક બ્રાહ્મણ, ક્ષત્રિય કે વણિક જ્ઞાતિના કોઇ એક અનુભવી અને જાહેર ક્ષેત્ર સાથે જોડાયેલા વ્યક્તિને પ્રાધાન્ય આપવામાં આવે તેવી અટકળો વચ્ચે દિનેશ ત્રિવેદીએ પશ્ચિમ બંગાળમાં તૃણમુલ કોંગ્રેસમાં રાજીનામું ધરી દેતા તેઓને ગુજરાતમાંથી લડાવવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરાઇ રહી છે. 


ટિકિટ કપાતા ભાજપના આ નેતા પણ રડી પડ્યા....


દિનેશ ત્રિવેદી મુળ કચ્છનાં વતની છે. ગુજરાત માં બે રાજ્યસભાની ખાલી પડેલી બેઠક પર થી ભાજપના એક ઉમેદવાર દિનેશ ત્રિવેદી હોવાની રાજકીય ચર્ચાએ જોર પકડયું છે. ટી.એમ.સીના રાજ્યસભાના સાંસદ તરીકે રાજીનામું દિનેશ ત્રિવેદીએ આપ્યા બાદ આ અટકળે વધારે જોર પકડ્યું છે. ભાજપના પશ્ચિમ બંગાળમાં પોતાનો પગપેસારો કરવા માટે એક પછી એક તૃણણુલની વિકેટો ખેરવી રહ્યા છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે ભાજપ દ્વારા તેની સત્તાવાર જાહેરાત દિનેશ ત્રિવેદી ભાજપમાં જોડાયા બાદ 20 ફેબ્રુઆરી પછી થવાની સંભાવના છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube