તાપી: ગુજરાતમાં અકસ્માતોની ઘટના છાશવારે બનતી રહે છે. દક્ષિણ ગુજરાતનાં તાપી જિલ્લામાં ત્રિપલ અકસ્માતની ઘટના બની હતી. નેશનલ હાઇવે 56 પર ટ્રીપલ અકસ્માત સર્જાયો હતો. સોનગઢ નજીક એસટી બસ, જીપ અને ટ્રક વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં 7 લોકોનાં મોત નિપજ્યાં હતા. જ્યારે 20થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા હતા જે પૈકી 2 અતિ ગંભીર હોવાનું જાણવા મળી રહી છે. અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફીક જામ સર્જાયો છે. સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ચુકી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતની દારૂ પાર્ટીમાં પકડાયેલા નબીરાઓના વાલીઓએ કોર્ટ બહાર કર્યો હોબાળો
ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર સોનગઢનાં પોખરણ નજીક એસટી બસ કુસલગઢથી ઉકાઇ તરફ જઇ રહી હતી ત્યારે આ અકસ્માત થયો હતો. બસ અને ટ્રક સામસામે અથડાયા હતા. જ્યારે પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલી જીપ પણ ધડાકાભેર એસટી બસનાં પડખામાં ઘુસી ગઇ હતી. સ્થાનિક લોકોએ 108 એમ્બ્યુલન્સની મદદથી ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જો કે સૌથી વિચિત્ર બાબત છે કે, હાઇવેનાં બંન્ને રોડ અલગ અલગ હોવા ઉપરાંત વચ્ચે ડિવાઇડર હોવા છતા પણ ટ્રક રોંગસાઇડ કઇ રીતે આવ્યો.


‘હું એકલો પડી ગયો છું...’ નિવેદન ચર્ચાના ચગડોળે ચઢ્યા બાદ આખરે નીતિન પટેલે કર્યો ખુલાસો...

હાલ તો પોલીસે ટ્રાફીક ક્લિયર કરાવવાની કામગીરી હાથ ધરી છે. તમામ ઘાયલોને સારવાર માટે ખસેડ્યા બાદ મૃતકોને પણ બહાર કાઢવાની કામગીરી ચલાવાઇ રહી છે. ઉલ્લેખનીય છે કે, અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રકની કેબિનનો કુચ્ચો વળી ગયો હતો જ્યારે એસટી બસનું જમણી સાઇડનું પડખું ચિરાઇ ગયું હતું. જેથી પાછળનો કાચ તોડીને લોકોને બહાર કાઢવામાં આવ્યા હોવાનું પ્રત્યક્ષદર્શીઓ જણાવી રહ્યા છે. 


(ઇનપુટ: ચેતન પટેલ/નરેન્દ્ર યાદવ)


 લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube