સુરતની દારૂ પાર્ટીમાં પકડાયેલા નબીરાઓના વાલીઓએ કોર્ટ બહાર કર્યો હોબાળો

સુરત (surat)ના ડુમસ રોડ પર આવેલા આશીર્વાદ ફાર્મ હાઉસમાં લીપ યરની પાર્ટીમાં દારૂની મહેફિલ (liqour party) માણતા 52 લોકોને પોલીસે ઝડપી પાડ્યા હતાં. પાર્ટીમાં દારૂ પૂરો પાડનાર બિપીન પટેલની પોલીસે ધરપકડ કરી હતી. બિપીન પાસે 4 યુનિટ દારૂની પરમિશન છે. આ દારૂ વેચ્યો હોવાથી પોલીસે તેની ધરપકડ કરી હતી. ત્યારે 39 નબીરાઓને પોલીસે કોર્ટમાં રજૂ કરાયા હતાં. જેથી કોર્ટે તમામને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો. જોકે યુવકોના પરિવાર દ્વારા કોર્ટ પરિસરમાં ભારે હોબાળો કરવામાં આવ્યો હતો. પાર્ટીનું આયોજન કરનાર ગગનના વકીલ દ્વારા તમામ આરોપીઓ સામે એકસરખી કાર્યવાહી કરવામાં આવે તેવી દલીલ કરવામાં આવી હતી. જેને કારણે પકડાયેલા નબીરાઓના વાલીઓમાં રોષ ફેલાયો હતો. વાલીઓનો ગુસ્સો પોલીસ ઉપર પણ દેખાયો હતો.
સુરતની દારૂ પાર્ટીમાં પકડાયેલા નબીરાઓના વાલીઓએ કોર્ટ બહાર કર્યો હોબાળો

તેજશ મોદી/સુરત :સુરત (surat)ના ડુમસ રોડ પર આવેલા આશીર્વાદ ફાર્મ હાઉસમાં લીપ યરની પાર્ટીમાં દારૂની મહેફિલ (liqour party) માણતા 52 લોકોને પોલીસે ઝડપી પાડ્યા હતાં. પાર્ટીમાં દારૂ પૂરો પાડનાર બિપીન પટેલની પોલીસે ધરપકડ કરી હતી. બિપીન પાસે 4 યુનિટ દારૂની પરમિશન છે. આ દારૂ વેચ્યો હોવાથી પોલીસે તેની ધરપકડ કરી હતી. ત્યારે 39 નબીરાઓને પોલીસે કોર્ટમાં રજૂ કરાયા હતાં. જેથી કોર્ટે તમામને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો. જોકે યુવકોના પરિવાર દ્વારા કોર્ટ પરિસરમાં ભારે હોબાળો કરવામાં આવ્યો હતો. પાર્ટીનું આયોજન કરનાર ગગનના વકીલ દ્વારા તમામ આરોપીઓ સામે એકસરખી કાર્યવાહી કરવામાં આવે તેવી દલીલ કરવામાં આવી હતી. જેને કારણે પકડાયેલા નબીરાઓના વાલીઓમાં રોષ ફેલાયો હતો. વાલીઓનો ગુસ્સો પોલીસ ઉપર પણ દેખાયો હતો.

‘હું એકલો પડી ગયો છું...’ નિવેદન ચર્ચાના ચગડોળે ચઢ્યા બાદ આખરે નીતિન પટેલે કર્યો ખુલાસો...

સુરતમાં દારૂની મહેફિલ માણતા પકડાયેલા 39 નબીરાઓને પોલીસે કોર્ટમાં રજૂ કર્યા હતાં, જેમાં તમામને એક દિવસના રિમાન્ડ આપ્યા હતાં. પ્રોહિબિશનના ગુનામાં એક સાથે 39 નબીરાઓને રિમાન્ડ આપ્યા હોય તેવી આ અંશત: પ્રથમ ઘટના હતી. આ રિમાન્ડ પૂરા થતાં જ પોલીસે તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને તમામને જામીન ન આપી જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલીને એક ઉદાહરણ પૂરું પાડવામાં આવે તેવી દલીલ રજૂ કરી હતી. જેથી કોર્ટે એ દલીલ માન્ય રાખીને તમામને જ્યુડિશિયલ કસ્ટડીનો ઓર્ડર કર્યો હતો. દારૂ પીતા પકડાયેલા નબીરાઓને લાજપુર જેલ મોકલતી વખતે પરિવારજનો મોટી સંખ્યામાં કોર્ટ પરિસરમાં પહોંચ્યા હતા. જેથી તમામ આરોપીઓને પાછળ ના રસ્તે પોલીસ
ચૂપચાપ લઈ ગઈ હતી.

મુંબઈથી રાજકોટ આવીને ચોરી કરનાર આ ચોરની મોડસ ઓપરેન્ડીથી તમારું મગજ ચકરાઈ જશે

તો આ સાથે જ કોર્ટની બહાર પાર્ટીનો મુખ્ય આયોજક ગગનને લઈને વાલીઓએ રોષ વરસાવ્યો હતો. તો બીજી તરફ, કોર્ટની બહાર પાર્ટીમાં પકડાયેલી યુવતીઓને છોડી મૂકવા અંગે પણ વાલીઓએ હોબાળો મચાવ્યો હતો. વાલીઓએ સવાલો કર્યા હતા કે, આ પાર્ટીમાં છોકરાઓ સાથે છોકરીઓ પણ હતી તો તેમને કેમ છોડી દેવામાં આવી છે. છોકરા અને છોકરીઓમાં આટલો ભેદભાવ કેમ કરવામાં આવ્યો છે. 

 લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news