Rajkot Gaming Zone: રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલી TRP ગેમઝોનમાં મોટી દુર્ઘટના બની છે. રાજકોટની આગમાં 24થી વધુ લોકોના મોત થયા છે. હજું પણ આ ઘટનામાં મૃત્યુઆંક વધવાની શક્યતા સેવવામાં આવી છે. બીજી બાજુ સુરત તક્ષશિલા અગ્નિકાંડને ગઈકાલે 5 વર્ષ પૂર્ણ થયા છે. રાજકોટમાં તક્ષશિલા અંગનિકાંડનું ફરી પુનરાવર્તન થયું છે. રાજકોટ આગમાં પણ ટાયર મોતનું કારણ હોઈ શકે છે. જ્યારે સુરત તક્ષશિલા અગ્નિકાંડમાં પણ મોટા પ્રમાણમાં ટાયર હતા. સુરત તક્ષશિલા અગ્નિકાંડના પાંચમી વર્ષીના બીજા દિવસે જ રાજકોટમાં આગ લાગી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

LIVE રાજકોટમાં મોતની મોટી હોનારત;ગેમ ઝોનમાં 24 લોકો બળીને ભડથું, હજું વધી શકે છે આંક


સુરત તક્ષશિલા અગ્નિકાંડ ને ગઈકાલે 5 વર્ષ પૂર્ણ
સુરતના તક્ષશિલા આર્કેડ નામની બિલ્ડિંગમાં 24 મે, 2019ના રોજ બનેલી આ ઘટનામાં સરથાણા વિસ્તારમાં આવેલી બિલ્ડિંગના સૌથી ઉપરના માળે આગ લાગતા કોચિંગ ક્લાસમાં તૈયારી કરી રહેલાં 22 વિદ્યાર્થીઓનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે 15 ઈજાગ્રસ્ત થયા હતા. આગ ફાટી નીકળતાં બિલ્ડિંગ સૌથી ઉપરના માળે ફસાયેલા વિદ્યાર્થીઓ અને અન્ય લોકો જીવ બચાવવા કૂદતા હોવાના વીડિયો જોયાનું તમને યાદ હશે, આ ઘટનાના વીડિયો વાઇરલ થતાં સમગ્ર ઘટના રાષ્ટ્રીય સમાચાર બની ગઈ હતી.


રાજકોટ ગેમિંગ ઝોનમાં થયેલા અગ્નિકાંડ બાદ AMC એક્શનમાં! આવતીકાલે શરૂ થશે આ કાર્યવાહી


નોંધનીય છે કે, રાજકોટમાં ગેમ ઝોનમાં બનેલી આગ દુર્ઘટનામાં તક્ષશિલા કાંડનો રેકોર્ડ તૂટી ગયો છે. છેલ્લે મળતી માહિતી પ્રમાણે કુલ 24 લોકોના મોત થયા છે.  આ આગ એટલી ભયંકર હતી કે, તેમાં 22થી વધુ લોકોના મોત થયા છે. TRP ગેમઝોનમાં 24 લોકોના મોતની ઘટના બનતા અરેરાટી મચી જવા પામી છે. મળતી માહિતી પ્રમાણે હજુ પણ મૃ્ત્યુઆંક વધવાની આશંકા છે. હાલમાં 24 મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા છે.


ગુજરાતમાં શું ત્રાટકશે ખતરનાક વાવાઝોડું? અંબાલાલ પટેલની આ આગાહી સૌ ટકા સાચી પડી તો..


આગની એટલી ભીષણ છે કે તેને કાબુમાં લેવા મોટી સંખ્યામાં ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે મોકલવામાં આવી છે. ઘાયલોને સારવાર માટે લઈ જવા 15થી વધુ એમ્બ્યુલન્સ સ્થળે તૈનાત કરાઈ છે. ઘટનાની ગંભીરતા જોઈને, પોલીસ કમિશ્નર અને કલેક્ટર પણ ઘટનાસ્થળે હાજર છે. ગેમઝોનનો મોટાભાગનો ભાગ બળીને ખાક થઈ ગયો છે. ત્રણ માળના ગેમઝોનમાં કેટલા લોકો ફસાયા છે તે કહેવુ મુશ્કેલ છે. હાલમાં ભીડ ન કરવાની પોલીસે અપીલ કરી છે. આગના સમયે 5 કિમી દૂર સુધી ધૂમાડા દેખાયા હતા.