રાજકોટ ગેમિંગ ઝોનમાં થયેલા અગ્નિકાંડ બાદ AMC એક્શનમાં! આવતીકાલે શરૂ થશે આ કાર્યવાહી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ આ દુર્ઘટના બાદ એક્ટીવ થયું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા ગેમીંગ ઝોનમાં તપાસ કરશે. આવતીકાલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તપાસ હાથ ધરશે. ફાયરબ્રિગેડ, એસ્ટેટ સહીતના અધિકારીઓ તપાસ કરશે.

રાજકોટ ગેમિંગ ઝોનમાં થયેલા અગ્નિકાંડ બાદ AMC એક્શનમાં! આવતીકાલે શરૂ થશે આ કાર્યવાહી

Gaming Zone: રાજકોટમાં મોતની મોટી હોનારત બની છે. રાજકોટમાં ગેમઝોનમાં લાગેલી વિકરાળ આગે માસૂમ બાળકો સહિત અનેક લોકોનો જીવ લીધો છે. શહેરના નાના મૌવા વિસ્તારમાં આવેલા ગેમઝોનમાં આગ લાગતા અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. જેમાં અત્યાર સુધી 8 લોકોના મોત થયા હોવાની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે. રાજકોટ ગેમીંગ ઝોનની આગમાં 8 કરતા વધુના મોત બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્શનમાં આવી ગયું છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ આ દુર્ઘટના બાદ એક્ટીવ થયું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા ગેમીંગ ઝોનમાં તપાસ કરશે. આવતીકાલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તપાસ હાથ ધરશે. ફાયરબ્રિગેડ, એસ્ટેટ સહીતના અધિકારીઓ તપાસ કરશે. રાજકોટમાં ગેમિંગઝોનમાં થયેલા અગ્નિકાંડ બાદ સરકારે મોટો નિર્ણય લીધો છે. રાજ્યભરના તમામ ગેમિંગ ઝોન બંધ કરવાનો આદેશ આપ્યો છે.

રાજકોટમાં ગેમ ઝોનમાં આગ લાગી
રાજકોટમાં ગેમઝોનમાં લાગેલી વિકરાળ આગેના કારણે ગેમઝોનનો સામાન બળીને ખાખ થયો છે. બીજી બાજુ સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ફાયર વિભાગની 8થી વધુ ટીમો ઘટના સ્થળે પહોંચી હતી, તેમજ લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. તો 8 લોકોના મોત થયા છે.

— Zee 24 Kalak (@Zee24Kalak) May 25, 2024

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપી સૂચના
ગેમિંગ ઝોનમાં આગ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ટ્વીટ કરી મહાનગરપાલિકા અને વહીવટી તંત્રને બચાવ રાહત કામગીરી માટે સૂચના આપી છે, ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે વ્યવસ્થાઓ કરવા પણ આદેશ આપ્યા છે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news