ટ્રસ્ટના નામે બ્લેકના રૂપિયા વ્હાઇટ કરવાનું કૌભાંડ, ચાર લોકોની ઘરપકડ
એક ટ્રસ્ટમાં સેટીંગ કરીને બ્લેકના પાંચ કરોડ રૂપિયા વ્હાઇટ કરવા માટે આવેલા ચાર યુવકોની એકાએક ડીલ કેન્સલ કરતાં ટ્રસ્ટની વ્યકિતઓએ તેમને ઓફિસમાં ગોંધી રાખીને આખો દિવસ નગ્ન કરીને માર માર્યો હોવાની ઘટના સામે આવી હતી. સમગ્ર ઘટનાને લઈને માધુપુરા પોલીસે ચાર લોકોની ધરપકડ કરી છે.
જાવેદ સૈયદ/અમદાવાદ: એક ટ્રસ્ટમાં સેટીંગ કરીને બ્લેકના પાંચ કરોડ રૂપિયા વ્હાઇટ કરવા માટે આવેલા ચાર યુવકોની એકાએક ડીલ કેન્સલ કરતાં ટ્રસ્ટની વ્યકિતઓએ તેમને ઓફિસમાં ગોંધી રાખીને આખો દિવસ નગ્ન કરીને માર માર્યો હોવાની ઘટના સામે આવી હતી. સમગ્ર ઘટનાને લઈને માધુપુરા પોલીસે ચાર લોકોની ધરપકડ કરી છે.
જામનગરમાં રહેતા અને એક ખાનગી કંપનીમાં સિનિયર ગ્રુપ ઓફિસર તરીકે નોકરી કરતા જયદીપ ફિલયાએ માધુપુરા પોલીસ સ્ટેશનમાં ચાર શખ્સ વિરુદ્ધમાં ગેરયકાદે ગોંધી રાખીને પાંચ લાખની ખંડણી માગવા બદલ ફરિયાદ કરી છે. ફરિયાદમાં કરેલા આક્ષેપ પ્રમાણે બે દિવસ પહેલાં જયદીપના મિત્ર મયૂરસિંહનો ફોન આવ્યો હતો. જેમાં તેણે જણાવ્યું કે પ્રકાશ ઉર્ફે સંજય જે જૂનાગઢ છે તેમની પાસે એક કંપની છે, જે કંપનીને ટ્રસ્ટમાં પાંચ કરોડ રૂપિયાનું દાન આપવું છે.
ટ્રસ્ટમાં પાંચ કરોડ રૂપિયાનું દાન બતાવીને સાડા ત્રણ કરોડ રૂપિયા પરત લેવાના છે. જયદીપે જામનગરમાં રહેતા તેના મિત્ર વિવેકને ફોન કરીને ટ્રસ્ટમાં રૂપિયા આપવાની વાત કરી હતી. વિવેકના મિત્ર દીપક પરમાર પાસે એક ટ્રસ્ટ હોવાનું જપદીપને કહ્યું હતું. વિવેકે રાગીબહેન બિપનચંદ્ર સેવાકાર્ય ટ્રસ્ટનો એક કેન્સલ ચેકનો ફોટો જયદીપના વોટ્સએપ પર મોકલ્યો હતો. જયદીપે આ ચેકનો ફોટો સંજયભાઇને વોટ્સએપ મોકલી આપ્યો હતો. અને ફોન પર વાત કરી કે, અમદાવાદનું રાગીબહેન બિપનચંદ્ર સેવાકાર્ય ટ્રસ્ટ છે જે ટ્રાન્ઝેક્શન કરી આપશે.
વધુમાં વાંચો...સુરત મુંબઇ રેલવેમાં પાસ ધારકોની ખુલ્લી દાદાગીરી આવી સામે, જુઓ વીડિયો
રૂપિયાની લેતી દેતીમાં આ ચાર લોકોને કોઇક પ્રકારના લોચા જણાતા જ ગૌરવ, અશ્વિન, નિલેશ તેમજ મનીષ ચારેય લોકો પર ઉશ્કેરાયા અને લાકડીઓથી ફટકાર્યા હતા. અને નગ્ન કરીને તેમને અંગૂઠા પકડાવ્યા હતા. જ્યારે તેમના પીઠ પર લાકડી મૂકીને ટોર્ચર કર્યા હતા. ગૌરવે તમામને કહ્યું હતું કે, પાંચ લાખ રૂપિયાની વ્યવસ્થા કરો, નહીં તો તમને મારી નાખીશું.
જયદીપે તેમના ભાઇને ફોન કરીને પાંચ લાખ રૂપિયા કરવાનું કહ્યું હતું જોકે તેના ભાઇએ સીધો પોલીસને ફોન કરીને સમગ્ર હકીકતની જાણ કરી હતી. ઉચ્ચ અધિકારીઓને સમગ્ર હકીકતની જાણ થતાં ગત રાતે માધુપુરા પોલીસે ચારેય યુવક પાસેથી છોડાવ્યા હતા. પોલીસે ગૌરવ, અશ્વિન, નિલેશ તેમજ મનીષની ધરપકડ કરી બ્લેક મનીને વ્હાઇટ કરવાનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું અને હવે વધુ તપાસ હાથ ધરી છે.