હવસની હદ: મુંદ્રાની શાળામાં ભણતી 3 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ
મુંદ્રામાં 3 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો છે. મુંદ્રામાં આવેલી કર્લેરોક્ષ પબ્લિક સ્કુલમાં ભણતી ત્રણ વર્ષની વિદ્યાર્થીની પર સ્કુલના જ એકાઉન્ટન્ટે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો.
મુંદ્રા: કચ્છના મુંદ્રામાં સભ્ય સમાજને શરમાવતી ઘટના સામે આવી છે. મુંદ્રામાં 3 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો છે. મુંદ્રામાં આવેલી કર્લેરોક્ષ પબ્લિક સ્કુલમાં ભણતી ત્રણ વર્ષની વિદ્યાર્થીની પર સ્કુલના જ એકાઉન્ટન્ટે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો. બાળકીને એક રૂમમાં બોલાવી તેના પર શારીરિક અડપલા કર્યો હતા. ત્યારે આ મામલે બાળકીની માતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે સ્કુલના એકાઉન્ટન્ટ ફેઝલ જુસશ સમેજા સામે પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીને પકડી પાડવા આવ્યો છે. અને હવે તેના મેડિકલ રીપોર્ટ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે. જ્યારે સ્કુલ દ્વારા પર એકાઉન્ટન્ટ ફેઝલને સ્કુલમાંથી સસ્પેન્ડ કરી દેવાયો છે.