ઝી બ્યુરો/અમદાવાદ: બદલાયેલા વાતાવરણ વચ્ચે અમદાવાદમાં રાત્રે વરસાદ શરૂ થયો હતો અને અમદાવાદના વિવિધ વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદની  શરૂઆત થઈ  હતી. સમી સાંજે અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. ત્યારબાદ શહેરના ઘણા વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વિસ્તારોમાં ધબધબાટી બોલાવશે વરસાદ! કડાકા ભડાકા સાથે ગુજરાતના માથે વધુ એક સંકટ!


આ વિસ્તારોમાં વરસાદ શરૂ
અમદાવાદનાં પ્રહ્લાદ નગર, બોડકદેવ,SG હાઈવે, ગોતા, ચાંદખેડા, રાણીપ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ શરૂ થયો છે. વસ્ત્રાપુર, વેજલપુર અને વાંસણામાં પણ મેઘરાજા વરસ્યા છે.


અમદાવાદમાં અચાનક એકાએક ઝડપભેર પવન ફુંકાયો અને ત્યારબાદ ધુળની ડમરીઓ ઊડવા લાગી છે. અમદાવાદ આસપાસનાં કેટલાક વિસ્તારોમાં ધીમો વરસાદ પણ અનુભવાયો છે. તો અમદાવાદમાં પણ જોરદાર પવન સાથે વરસાદ શરૂ થઈ ગયો છે.વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.


ગુજરાતી ભોજન દાઢે વળગતા રાહુલ ગાંધીનો આખો પ્લાન ફેરવાયો, કઈ રેસ્ટોરન્ટમાં શું જમ્યા?


સાંજ પડતાં જ આકાશમાં કાળાડિબાંગ વાદળો છવાઈ ગયા હતા. ત્યારે ગાજવીજ સાથે ભારે વરસાદ ચાલુ થયો હતો. અમદાવાદના સેટેલાઇટ, પ્રહલાદનગર, સરખેજ, એસજી હાઇવે, ગોતા, શિવરંજની, થલતેજ, બોપલ, ઘુમા, જીવરાજ પાર્ક વગેરે વિસ્તારમાં વરસાદ ચાલુ થયો છે.