હરીન ચાલીહા/દાહોદ :ગુજરાતમા દીકરીઓ હવે સુરક્ષિત રહી નથી. ક્યાંક પાડોશી નજર બગાડે છે, તો ક્યાંક પિતા... ક્યાંક એકલી જતી હોય ત્યાં દુષ્કર્મ થાય છે, તો ક્યાંક શિક્ષણધામમાં શિક્ષકો જ લંપટ બની જાય છે. આવામાં ગુજરાતમાં વધુ એક શિક્ષક હેવાન બનવાનો કિસ્સો સામે આવ્યો છે. શિક્ષણના ધામમા શિક્ષકે અશ્લીલતાના પાઠ ભણાવ્યા હતા. જ્યાં વિદ્યાર્થીનીઓ શિક્ષણ માટે જાય ત્યાં જ શિક્ષક પર હેવાનિયતનું ભૂત સવાર થઈ જાય તો કેવું કહેવાય.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઝાલોદમાં ટ્યુશન સંચાલક ઉપર હેવાનિયતનું ભૂત સવાર થઈ ગયુ હતું. આ હેવાનિયતમાં તેણે ટયુશનમા આવતી વિદ્યાર્થીની ઉપર દુષ્કર્મ ગુજાર્યુ હતું. ક્લાસમાં આવતી વિદ્યાર્થીની ટયુશન ક્લાસીસના વોશરૂમમાં ગઈ હતી, ત્યારે શિક્ષકે વિદ્યાર્થીનીનો અશ્લીલ વીડિયો પોતાના મોબાઈલમાં ઉતારી લીધો હતો. બાદમાં તેણે આ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. ગભરાઈ ગયેલી વિદ્યાર્થીનીએ કોઈને કંઈ કહ્યુ ન હતું. જેથી નરાધમ શિક્ષકે તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતું. 


ટયુશન સંચાલક નૈનેશ ડામોર અશ્લીલ વીડિયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપી વિદ્યાર્થીની ઉપર દુષ્કર્મ કરતો રહ્યો હતો. પોલીસે ટ્યુશન સંચાલક આરોપી નૈનેશ ડામોરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.