અનેક સીરિયલમાં સાઈડ રોલ કરતો મીરાજ કાપડી સુરતનો અછોડાતોડ બની ગયો
- બંને યુવકો સટ્ટો રમતા હતા. જેમાં હાર થતા બંને રૂપિયા હારી ગયા હતા. પરંતુ રૂપિયાની ભરપાઈ કરવા માટે તેઓ ચોરીના રવાડે ચઢ્યા
- મીરાજ અને વૈભવ સાથે મળીને બાઈકનો લોક તોડી પાવરના છેડાઓ જોડી બાઈક ચોરી કરતા હતા અને આ ચોરી કરેલી બાઈક ઉપર અલગ અલગ વિસ્તારોમાં ફરતા
તેજશ મોદી/સુરત :સુરતમાં સતત ક્રાઈમનું પ્રમાણ વધી રહ્યું છે. ખાસ કરીને યુવા પેઢી હવે પોતાના મોજશોખ પૂરા કરવાના ચક્કરમાં ખોટા રવાડે ચઢી રહ્યાં છે. ત્યારે સુરતમાં ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. સટ્ટામાં રૂપિયા હારી જતા ટીવી સિીરિયલનો એક્ટર મીરાજ કાપડી અને બિલ્ડર વૈભવ જાદવ ચેઈન સ્નેચિંગના ગુનામાં ઝડપાયા છે. બંનેએ 12 જેટલા ગુનાની કબૂલાત કરી છે.
પ્રાપ્તા માહિતી અનુસાર, સુરતના રાંદેર વિસ્તારની પોલીસે બે શખ્સ વિશે બાતમી મળી હતી કે, આ રોડ પરથી બે ચોર આવી રહ્યાં છે. બાતમીના આધારે પોલીસે ચારેબાજુ કોર્ડન કરી હતી. જેથી પોલીસે બાઈક પર આવેલા બે શખ્સોની તપાસ કરી હતી. આ તપાસમાં તેમની પાસેથી તૂટેલી સોનાની ચેઈન નંગ-3 તથા અલગ અલગ કંપનીના મોબાઈલ નંગ-2 અને એક સ્પલેન્ડર બાઈક મળી કુલ 2,54,500ની મતાનો મુદ્દામાલ મળી આવ્યો હતો. તમામ વસ્તુઓ શંકાસ્પદ દેખાતા પોલીસે બંનેની આકરી પૂછપરછ કરી હતી. જેના બાદ બંનેએ પોતાના ગૂના કબૂલ્યા હતા.
આ પણ વાંચો : કોરોના કાબૂ બહાર જતા આ શહેરમાં દોડતા પહોંચી ગયા નાયબ મુખ્યમંત્રી
પોલીસ પૂછપરછમાં સામે આવ્યું કે, બંને યુવકો મેચના સટ્ટામાં રૂપિયા હારી જતા ચેઈન સ્નેચિંગના રવાડે ચઢ્યા હતા. સુરત પોલીસની આકરી પૂછપરછમાં બંને યુવકોએ 12 જેટલા ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા છે. તેમની પાસેથી સોનાની ચેઈન, મોબાઈલ, બાઈક સહિતની કુલ 2.54 લાખનો માલ પોલીસે રિકવર કર્યો હતો.
જોકે, સુરત પોલીસની પૂછપરછમાં અન્ય જે માહિતી સામે આવી તે અત્યંત ચોંકાવનારી હતી. એક યુવક મીરાજ કાપડી ટીવી સીરિયલમાં એક્ટર તરીકે કામ કરે છે, તો બીજો યુવક વૈભવ જાદવ કન્સ્ટ્રક્શનના વ્યવસાયમાં સંકળાયેલો છે. મીરાજ થપકી અને તારક મહેતા કા ઉલટા ચશ્મા જેવી 10-15 કરતાં વધારે સિરિયલમાં મહેમાન કલાકાર તરીકે કામ કરી ચૂક્યો છે. આ સાથે અનેક સાઇડ કલાકારોને સિરિયલ ઇન્ડસ્ટ્રીમાં લાવી અનેકનાં કેરિયર પણ બનાવ્યાં છે.
આ પણ વાંચો : રાજકોટમાં કોરોનાથી મોતના આંકડામાં જમીન-આસમાનનો તફાવત, સ્મશાન ગૃહોમાં પણ લાંબું વેઈટિંગ
બંને સાથે મળીને ચોરી કરતા
બંને યુવકો સટ્ટો રમતા હતા. જેમાં હાર થતા બંને રૂપિયા હારી ગયા હતા. પરંતુ રૂપિયાની ભરપાઈ કરવા માટે તેઓ ચોરીના રવાડે ચઢ્યા હતા. બંને જણાએ ચોરી કરવા માટે મોડસ ઓપરેન્ડી બનાવી હતી. મીરાજ અને વૈભવ સાથે મળીને બાઈકનો લોક તોડી પાવરના છેડાઓ જોડી બાઈક ચોરી કરતા હતા અને આ ચોરી કરેલી બાઈક ઉપર અલગ અલગ વિસ્તારોમાં ફરતા અને જ્યાં લોકોની અવરજવર ઓછી હોય અને વૃદ્ધ મહિલાઓ એકલાં ચાલતાં ચાલતાં જતાં હોય તેમને નિશાન બનાવતા હતા. ત્યાર બાદ તેમની પાછળ બાઈક લઈ જઈ વૃદ્ધ મહિલાઓના ગળામાં શું પહેરેલું છે એની બાઈક પર રેકી કરી બાઈક યુટર્ન મારી તકનો લાભ લઈ અછોડા તોડી નાસી જતા હતા.
આ પણ વાંચો : ગુડ ફ્રાઈડેના દિવસે જ પિતાને દફનાવવાનો વારો આવ્યો, કોરોનાએ ખ્રિસ્તી પરિવારના મોભીનો જીવ લીધો