સૌરાષ્ટ્રમાં Twist: જયેશ રાદડિયાએ ભાજપના ઉમેદવાર સામે ભર્યું ફોર્મ, લેઉવા નારાજ થયા તો...
BJP leader Jayesh Radadiya: જયેશ રાદડિયાનો સૌરાષ્ટ્રના રાજકારણમાં જબરદસ્ત પ્રભાવ છે. ભાજપે લોકસભાની ટિકિટ તો ના આપી પણ જ્યાં તેઓ બિનહરિફ ડીરેક્ટર છે ત્યાં અમિત શાહના ખાસ બિપિન પટેલ ઉર્ફે બિપિન ગોતાના નામનો મેન્ડેટ જાહેર કરીને ભાજપે સીધી રાદડિયાને ચેલેન્જ કરી છે.
BJP leader Jayesh Radadiya: ગુજરાતમાં ભાજપ ઝેરનાં પારખાં કરી રહી છે. ક્ષત્રિયોના વિવાદમાં વિરોધમાં સામનો કરનાર ભાજપે હવે રાદડિયાને સાઈડલાઈન કર્યા છે. જયેશ રાદડિયાનો સૌરાષ્ટ્રના રાજકારણમાં જબરદસ્ત પ્રભાવ છે. ભાજપે લોકસભાની ટિકિટ તો ના આપી પણ જ્યાં તેઓ બિનહરિફ ડીરેક્ટર છે ત્યાં અમિત શાહના ખાસ બિપિન પટેલ ઉર્ફે બિપિન ગોતાના નામનો મેન્ડેટ જાહેર કરીને ભાજપે સીધી રાદડિયાને ચેલેન્જ કરી છે. આજે અમિત શાહ જયેશ રાદડિયાના ઘરે જમવા માટે ગયા ત્યારે એક કલાક રોકાયા હતા. હવે આગામી દિવસમાં જ ખુલાસો થશે કે રાદડિયા ફોર્મ પરત ખેંચે છે કે નહીં કારણ કે બિપીન પટેલ એ અમિત શાહના ખાસ છે.
ભારતીય વિદ્યાર્થીઓ માટે કેનેડાના 5 બેસ્ટ શહેર, જાણો અહીં રહેવાનો કેટલો છે મંથલી ખર્ચ
હાલમાં રાદડિયા પોરબંદર લોકસભાની સીટ પર મનસુખ માંડવિયાને જીતાડવા માટે કમરકસી રહ્યાં છે. આ સીટ પર તેમને લોકસભાની ટિકિટ મળવાની આશા હતી. ભાજપે ગુજરાતના મંત્રીમંડળમાંથી બાકાત કર્યા બાદ રાદડિયાને લોકસભામાં પણ લટકાવ્યા હવે ઈફ્કોમાંથી પત્તું કાપવાની ફિરાકમાં છે. યોગાનુંયોગ આજે અમિત શાહ પોરબંદરમાં છે અને રાદડિયા અને શાહ એક સ્ટેજ પર સાથે છે. રાદડિયાએ ખુલ્લેઆમ નારાજગી જાહેર કરી નથી પણ ભાજપના મેન્ડેટ છતાં રાદડિયાએ ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે. આમ ભાજપ સામે સીધો વિરોધ નોંધાવ્યો છે.
કૃષ્ણા મુખર્જીએ પ્રોડ્યૂસર પર લગાવ્યો ગંભીર આરોપ, કહ્યું, 'મને રુમમાં બંધ કરી અને..'
બિપિન પટેલ અને જયેશ રાદડિયા બંને સહકારી આગેવાનો
જયેશ રાદડિયાએ આજે મનસુખ માંડવિયાની સભામાં હાજરી આપી પોતાની રણનીતિ જાહેર કરી દીધી છે. જયેશ રાદડિયાનું આ સ્ટેપ દેખાડી રહ્યું છે કે તેઓ પણ ઝૂકવાના મૂડમાં નથી. અમિત શાહે સ્ટેજ પરથી રાદડિયાના પણ વખાણ કર્યા છે પણ ઈફ્કોમાં બિપિન પટેલને ગોઠવવાનું આયોજન પણ કરી લીધું છે. બિપિન પટેલ અને જયેશ રાદડિયા બંને સહકારી આગેવાનો છે. રાદડિયા ગત ચૂંટણીમાં ઈફ્કોમાં બિનહરિફ ચૂંટાયા હતા. ભાજપે બિપિન પટેલનો મેન્ડેટ જાહેર કરતાં હવે એ સ્પષ્ટ છે કે રાદડિયાને સાડલાઈન કરવાના મૂડમાં ભાજપ છે. ભાજપના મેન્ડેટ છતાં રાદડિયાએ ફોર્મ ભરી લેતાં એ સ્પષ્ટ થઈ ગયું છે કે રાદડિયા ભાજપના મેન્ડેટનો અનાદર કરીને પણ ચૂંટણી લડી શકે છે. ઈફ્કોની ચૂંટણી 9મી મેના રોજ છે અને લોકસભાની ચૂંટણી 7મી મેના રોજ છે. હવે રાદડિયા નારાજ રહે તો ભાજપને ભારે પડી શકે છે. સહકારી ક્ષેત્રમાં મેન્ડેટની જરૂર જ નથી હોતી પણ હવે ભાજપ મેન્ડેટ જાહેર કરે છે. ભાજપે ઈફ્કો માટેનો મેન્ડેટ બિપિન પટેલને જાહેર કર્યો છે. આ સ્પષ્ટ છે કે રાદડિયાને સાઈડલાઈન કરાયા છે પણ જયેશ રાદડિયા ઝૂકવાના મૂડમાં જરા પણ નથી.
BJPની આ રણનીતિ છે જીતનું બ્રહ્માસ્ત્ર, ક્ષત્રિયોના વિરોધ વચ્ચે કેટલી સફળ રહેશે
2 દિવસ પહેલાં જ ખોડલધામના નરેશ પટેલે 4 લેઉવા પાટીદારને ટિકિટ આપવા બદલ કોંગ્રેસનો આભાર માન્યો હતો. કોંગ્રેસે સૌરાષ્ટ્રમાં 4 લેઉવા પાટીદારોને ટિકિટ આપી છે. નરેશ પટેલથી લઈને જયેશ રાદડિયા પણ લેઉવા પાટીદાર છે. જો લેઉવા પાટીદાર સમાજ પર આ બાબતની અસર પડે તો ભાજપના સમીકરણો બદલાઈ શકે છે. રાજકોટ સહકારી ક્ષેત્રમાં રાદડિયા પરિવારનો વર્ષોથી દબદબો જોવા મળે છે. જ્યારે વિઠ્ઠલ રાદડિયા પણ વર્ષો સુધી રાજકોટ જિલ્લા બેંકના ચેરમેન તરીકે રહ્યા હતા. ત્યારે તેમનું અવસાન થયા બાદ તેમના પુત્ર એવા અને પૂર્વ કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયા ચેરમેન બન્યા હતા.
Fact Check: Ms Dhoni પર્સ ઘરે ભૂલ્યા ગયા બાદ માંગ્યા હતા ₹600, સાચી કે ખોટી વાત?
કોઈ માયકાંગલા નેતાને સપોર્ટ ના કરતા..
જામકંડોરણા ખાતે યોજાયેલા 351 દીકરીઓના સમૂહ લગ્નમાં જયેશ રાદડીયાના ધારદાર ભાષણે વિઠ્ઠલ રાદડિયાની યાદ અપાવી હતી. જયેશ રાદડીયાએ પોતાના લેઉવા પટેલ સમાજને ઠપકો આપતા કહ્યું કે, સમાજની વાત આવી છે ત્યારે મે મારું રાજકારણ એક બાજુ રાખ્યું છે, સમાજના નામે રાજકારણ કરતા હોય એને પણ કહું છું કે સમાજના નામે રાજકારણ રહેવા દેજો. સમાજના વ્યક્તિ આગળ જતાં હોય તો એને સહકાર આપજો, સમાજનો કોઈ આગેવાન ઊભો થતો હોય, આગળ જતો હોય એને પાડી ના દે તો એ લેઉવા પટેલ સમાજ ન કહેવાય. કાર્યક્રમ દરમિયાન સ્ટેજ પરથી જયેશ રાદડિયાએ લેઉઆ પાટીદાર સમાજને ટકોર કરી હતી અને સમાજના આગેવાનોને મજબૂત નેતાને સ્વીકારવા માટે હાકલ કરી હતી, કોઈ માયકાંગલા નેતાને નહીં.
₹102 સુધી જશે આ શેર! ખરીદવા માટે પડાપડી, એરપોર્ટ બિઝનેસ સાથે સંકળાયેલી છે કંપની
ઈફ્કોમાં પણ બિનહરિફ ડિરેક્ટર
જયેશ રાદડિયા વિદ્યાર્થીકાળથી રાજકારણમાં આવ્યા છે, તેઓ તેમના પિતાની રાજનીતિ અને વારસો બંને સંભાળી રહ્યા છે, આજે આપણે વાત કરીશું સૌરાષ્ટ્રના મજબુત નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાના પુત્ર જયેશ રાદડિયા અંગે.... ગુજરાતના રાજકારણમાં ભાગ્યે જ કોઈ હશે જે વિઠ્ઠલભાઈ રાદડિયાને ઓળખતું ન હોય ત્યારે વિઠ્ઠલભાઈ રાદડિયા હવે આ દુનિયામાં નથી ત્યારે તેમના પુત્ર જયેશ રાદડિયા તેમના પિતાના સામાજિક-રાજકીય અને સેવાકીય કાર્યને આગળ ધપાવવામાં વ્યસ્ત છે. આ જ કારણ છે કે જયેશ રાદડિયાએ સૌરાષ્ટ્રમાં વિઠ્ઠલભાઈ રાદડિયાએ જે વર્ચસ્વ જમાવ્યું હતું તેને ઘટવા નથી દેતા. રાજકોટ જિલ્લાની સૌથી મોટી સહકારી બેંકના ચેરમેન તરીકે સતત ત્રીજી વખત જયેશ રાદડિયાની વરણી કરવામાં આવી હતી. જેઓ ઈફ્કોમાં પણ બિનહરિફ ડિરેક્ટર તરીકે ચૂંટાયા હતા.
આ 3 સરકારી સ્કીમ બદલી દેશે ભારતીય ખેડૂતોનું ભાગ્ય, ફાયદો જાણશો થઇ જશો સરકારના ફેન
પિતાનો વારસો સંભાળ્યો
જયેશ રાદડિયા સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા વિઠ્ઠલ રાદડિયાના પુત્ર છે. વિઠ્ઠલભાઈ પોરબંદરમાંથી પાંચ વખત ધારાસભ્ય અને ત્રણ વખત લોકસભાની ચૂંટણી જીત્યા હતા. જ્યારે 29 જુલાઈ, 2019 ના રોજ રાદડિયાનું કેન્સરથી અવસાન થયું, ત્યારે શંકા હતી કે તેમનો પરિવાર તેમનો વારસો જાળવી શકશે કે કેમ. છેલ્લા ચાર વર્ષમાં જયેશ રાદડિયાએ પિતાનો વારસો તો સંભાળ્યો જ છે પરંતુ રાજકોટમાં એક અલગ જ દરજ્જો ઉભો કર્યો છે.
હવે શાળાઓ આખા વર્ષની ફી એકસાથે નહિ વસૂલી શકે, DEO એ કર્યો મોટો આદેશ
પિતાની દિર્ઘદ્રષ્ટિ કામ કરી ગઈ
જયેશ રાદડિયા પાંચ વખત વિધાનસભાની ચૂંટણી જીતી ચૂક્યા છે. રૂપાણી સરકારમાં મંત્રી રહી ચૂકેલા જયેશ રાદડિયાને રાજકારણમાં લાવવાનો તેમના પિતાનો નિર્ણય યોગ્ય હતો. જયેશ રાદડિયા 2009માં પ્રથમ ચૂંટણી ધોરાજીથી જીત્યા હતા, વિઠ્ઠલ રાદડિયાના પુત્ર જયેશ 2012માં જેતપુરથી કોંગ્રેસની ટિકિટ પર જીત્યા હતા. રાદડિયા પરિવાર જ્યારે ભાજપમાં આવ્યો ત્યારે પેટાચૂંટણી યોજાઈ હતી પરંતુ જયેશ રાદડિયા ફરી જીત્યા હતા. જયેશ રાદડિયા 2017માં ફરી જીત્યા. હવે આ ચૂંટણીમાં તેમણે ફરી જેતપુર પર કબજો જાળવી રાખ્યો છે. પુત્રને રાજકારણમાં લાવવાનો નિર્ણય સાચો સાબિત થયો, પાંચ વખત ધારાસભ્ય હોવા છતાં રાદડિયા આ વખતે મંત્રી બની શક્યા નથી, પરંતુ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના રાજકારણમાં રાદડિયાનો દબદબો છે.
અમેરિકાના દર્દનાક અકસ્માતની તસવીરો, જેમાં ગુજરાતીઓના થયા છે મોત, કાળજું કંપી ઉઠશે
રાજકારણ કોલેજકાળથી શીખી લીધું
રાદડિયાને તેમના પિતાના વારસાનો લાભ રાજકારણમાં ઊંચે ઉડવા માટે મળ્યો છે. જયેશ રાદડિયા પાટીદાર સમાજમાંથી લેઉવા પટેલ છે, જયેશની સફળતાના તાર ક્યાંક ને ક્યાંક વડોદરાની વિશ્વ વિખ્યાત યુનિવર્સિટી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU) સાથે જોડાયેલા છે. એન્જિનિયરિંગનો અભ્યાસ કરનારા જયેશ રાદડિયા એમએસયુના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે. તેઓ અહીં MSUની ટેક્નોલોજી ફેકલ્ટીના જનરલ સેક્રેટરીની ચૂંટણી જીત્યા હતા. આ પછી તેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો.