ભાજપની આ રણનીતિ છે ચૂંટણીમાં જીત માટેનું 'બ્રહ્માસ્ત્ર'! ક્ષત્રિયોના વિરોધ વચ્ચે કેટલી કારગર નીવડશે
Lok Sabha Election 2024: ભારતીય લોકતંત્રનો સૌથી મોટો મહોત્સવ ચાલુ છે. લોકસભા ચૂંટણીના બે તબક્કાનું મતદાન પૂરું થઈ ગયું છે. અનેક ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થઈ ગયું છે. ભાજપ અને કોંગ્રેસ સહિત તમામ પક્ષોએ ચૂંટણી પ્રચારમાં પૂરેપૂરી તાકાત ઝોંકી દીધી છે. આ બધા વચ્ચે તમને વારંવાર એક નામ સાંભળવા મળશે અને તે છે પન્ના પ્રમુખ. એમના વિશે ખાસ જાણો.
Trending Photos
ભારતીય લોકતંત્રનો સૌથી મોટો મહોત્સવ ચાલુ છે. લોકસભા ચૂંટણીના બે તબક્કાનું મતદાન પૂરું થઈ ગયું છે. અનેક ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થઈ ગયું છે. ભાજપ અને કોંગ્રેસ સહિત તમામ પક્ષોએ ચૂંટણી પ્રચારમાં પૂરેપૂરી તાકાત ઝોંકી દીધી છે. આ બધા વચ્ચે તમને વારંવાર એક નામ સાંભળવા મળશે અને તે છે પન્ના પ્રમુખ. ભાજપના આ પન્ના પ્રમુખ કેટલા શક્તિશાળી? ચૂંટણીમાં જીત પાછળ તેમનું કેટલું મહત્વ? તો તમામ સવાલોના જવાબ તમારે જાણવા જરૂરી છે.
શું છે પન્ના પ્રમુખ
પન્ના પ્રમુખનો સામાન્ય અર્થ જોઈએ તો તેમાં કોઈ એક કાર્યકરને પન્ના એટલે કે પેજ પ્રમુખ બનાવવામાં આવે છે. અને તેને મતદારો સાથે સંપર્ક કરવાની જવાબદારી સોંપવામાં આવે છે. પન્નાનો આશય અહીં એક પેજ છે. મતદાનની ટકાવારી વધારવા માટે અને પોતાના પક્ષમાં વધુમાં વધુ મત પડે તે માટે ભાજપની એક ખાસ રણનીતિ છે. જે હેઠળ દરેક ક્ષેત્રની મતદાર યાદીના એક પેજ માટે એક પ્રમુખ બનાવવામાં આવે છે. મતદાર યાદીમાં એક પેજ પર સામાન્ય રીતે 30 મતદારોના નામ હોય છે. તે પેજ પર સામેલ તમામ મતદારોનો સંપર્ક કરવાની જવાબદારી આ જ પન્ના પ્રમુખની હોય છે. ગુજરાત ભાજપ સંગઠનમાં સૌપ્રથમ વખત પેજ-પ્રમુખોની નિમણૂંક કરવામાં આવી હતી,
શું કરે છે કામગીરી
પન્ના પ્રમુખ કે પેજ પ્રમુખ મતદારોને વ્યક્તિગત રીતે અથવા તો પછી ફોન દ્વારા સંપર્ક કરે છે અને તેમને પોતાની પાર્ટીની નીતિઓથી માહિતગાર ક રે છે તથા વધુમાં વધુ મતદાન કરવા માટે મતદારોને પ્રેરિત કરે છે. તેઓ એ સુનિશ્ચિત કરે છે કે મતદાનના દિવસે તેમના ભાગમાં આવેલા વોટર લિસ્ટના પેજ પર જેટલા મતદારો હોય તેઓ મતદાન મથક સુધી પહોંચે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરે.
મતદારોને પાર્ટીથી રૂબરૂ કરાવે
આ પન્ના પ્રમુખ જ મતદારોને પોતાની પાર્ટીના પક્ષમાં લાવે છે. તેમને પાર્ટીની નીતિઓથી માહિતગાર કરે છે. સરકાર બનાવવા માટે કરાયેલા વચનો અને જાહેરાતોની જાણકારી આપે છે. મતદાનના દિવસે ભાજપ પોતાના દરેક પન્ના પ્રમુખ પાસેથી એ વાતની અપડેટ લે છે કે તેને જે પન્નાની જવાબદારી સોંપાઈ હતી તેમાં સામેલ કેટલાક મતદારો મત આપવા માટે બૂથ સુધી પહોંચ્યા અને કેટલા હજુ બાકી છે. મતદાનનો સમય વીતવાની સાથે જ આ પન્ના પ્રમુખો મતદારોને ફોન કે કોઈ પણ અન્ય માધ્યમથી યાદ અપાવે છે કે તેણે હજું મતદાન કર્યું નથી અને તેમણે મતદાન કરવા માટે ક્યાં જવાનું છે.
વધુમાં વધુ મતદાન કરાવવા માટેની જવાબદારી
આ સાથે જ પન્ના પ્રમુખ મતદાર સૂચિમાં પોતાના માથે આવેલી પન્નાની જવાબદારી પ્રમાણે લિસ્ટને અપડેટ કરતા રહે છે કે તેમાંથી કેટલા મતદારો મત આપવા માટે પહોંચ્યા અને કેટલા નહીં. વાસ્તવમાં આ રણનીતિ હેઠળ ભાજપ એ સુનિશ્ચિત કરવાની કોશિશ કરે છે કે ઓછામાં ઓછા તેના સમર્થક મતદારો મત આપવા માટે મતદાન કેન્દ્ર જરૂર જાય.
મીડિયામાં ભજાપના નેતાઓના હવાલે આવેલા રિપોર્ટ મુજબ પન્ના પ્રમુખ મતદાન બાદ જ્યારે વોટર લિસ્ટ પાછું આપી દે તો તેનાથી અંદાજો લગાવી શકાય છે કે સંબંધિત બૂથનું પરિણામ શું આવી શકે છે. તેના દવારા અંદાજો લગાવી શકાય કે પન્નાના કુલ મતદારોમાંથી ભાજપ સમર્થકો કેટલા છે અને તેમાંથી કેટલા લોકોએ મતદાન કર્યું.
ગૃહમંત્રી પણ બન્યા હતા પન્ના પ્રમુખ
આ ખાસ રણનીતિ હેઠળ કોઈ રાજ્યની વિધાનસભા કે પછી લોકસભા ચૂંટણી પહેલા ભાજપ વિશેષ તૈયારીઓ કરે છે અને વધુમાં વધુ સંખ્યામાં પન્ના પ્રમુખ બનાવવાની કોશિશ કરે છે. વર્ષ 2022માં યુપી વિધાનસભા ચૂંટણી હોય કે પછી હાલ થઈ રહેલી લોકસભા ચૂંટણી, આ બધા પહેલા ભાજપે મૈ હું પન્ના પ્રમુખ અભિયાન ચલાવ્યું હતું. ભલે વાંચવામાં તમને અટપટું લાગે પરંતુ વાસ્તવમાં તે ભાજપની મજબૂત રણનીતિનો એક ભાગ છે. ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગૃહમંત્રી અમિત શાહ પણ એક સમયે પન્ના પ્રમુખ બન્યા હતા. જેથી કરીને બાકી કાર્યકરોમાં જોશ આવે.
ફીડબેકથી સ્થિતિ માપી લે છે
પન્ના પ્રમુખો દ્વારા ભાજપ મતદારોનો મિજાજ ભાંપવાની કોશિશ કરે છે. તેમના દ્વારા પાર્ટી વિશે મતદારોની સ્થિતિ કળી લે છે. કોઈ મતદારના મનમાં જો પાર્ટી માટે નકારાત્મક વિચાર હોય,કોઈ ખોટી ધારણા બનતી હોય તો પાર્ટીના નેતાઓ તેને દૂર કરવાની પણ કોશિશ કરે છે. તેના માટે મતદારો સાથે વાત પણ કરવામાં આવે છે.
ભાજપના નેતાઓનું કહેવું છે કે પોતાના મતદારોના સંપર્કમાં રહેવા માટે ટેક્નોલોજીની સાથે સાથે મેન્યુઅલ રીત પણ ખુબ કારગર છે. આ માટે અનેક જગ્યાએ તો કોલ સેન્ટરની જેમ સેટઅપ તૈયાર કરવામાં આવે છે, જેનાથી પાર્ટી તમામ પન્ના પ્રમુખોના સંપર્કમાં રહે અને પન્ના પ્રમુખ મતદારો સુધી પહોંચ બનાવે છે. આપણે કહી શકીએ કે ચૂંટણી રણનીતિ લાગૂ કરવામાં ભાજપના આ પન્ના પ્રમુખોની મહત્વની ભૂમિકા હોય છે.
અત્રે જણાવવાનું કે હાલ ગુજરાતમાં રાજકોટ બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના એક નિવેદનને લઈને ક્ષત્રિયોનો આક્રોશ જોવા મળી રહ્યો છે. પરશોત્તમ રૂપાલાએ ગંભીરતા સમજીને ફરીવાર ક્ષત્રિય સમાજની માફી માંગી. પણ હજુ વિરોધ યથાવત છે. ત્યારે જોવાનું એ રહેશે કે આ રણનીતિ આવી સ્થિતિમાં કેટલી મદદરૂપ થઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે