અમદાવાદ: મોટાભાગના વિવાદોમાં ઘેરાનાર સ્વરા ભાસ્કર (Swara Bhaskar) ફરી એકવાર પોતાના નિવેદનના લીધે ટ્રોલ થઇ ગઇ છે. જોકે ગુજરાત (Gujarat) ના એક કોર્ટએ યોગ્ય પૂરાવા ન મળતાં 122 લોકોને 20 વર્ષ બાદ છોડી મુકવામાં આવ્યા છે. આ મુદ્દાને મુસ્લિમો સાથે જોડતાં સ્વરાએ સાંપ્રદાયિક ટિપ્પણી કરી, ત્યારબાદ સીનિયર  IPS અધિકારી અરૂણ બોથરા (Arun Bothra)એ તેના કાનૂની જ્ઞાન પર સવાલ ઉઠાવતાં નિર્દોષ સાબિત થવા અને યોગ્ય પુરાવા ન મળવા વચ્ચે મોટું અંતર સમજાવ્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યોગ્ય પુરાવા ન મળતાં 122 લોકોને મુક્ત કર્યા
મળતી માહિતી અનુસાર ગુજરાતના  (Gujarat) ના સુરત (Surat) માં પ્રતિબંધિત સંગઠન SIMI સાથે સંબંધ રાખનાર 122 લોકો વિરૂદ્ધ UAPA હેઠળ વર્ષ 2001 માં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. લગભગ 20 વર્ષની સુનાવણી બાદ લોકલ કોર્ટે તમામ આરોપીઓને કેસમાંથી મુક્ત કરી દીધા. ફેંસલો સંભળાવતાં કોર્ટે ટિપ્પણી કરી કે સરકારી પક્ષ આરોપીઓએ વિરૂદ્ધ નક્કર પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ રહ્યા, એટલા માટે તેમને છોડી મુકવામાં આવે છે. 

Vadodara: મહિલા દિન પહેલાં યુવતિઓએ માણી મહેફિલ, હાઇ પ્રોફાઇલ Liquor Party માણતાં 10 નબીરા ઝડપાયા


મોટા ખાનદાનની 13 યુવતીઓએ સંસ્કારીનગરીને શરમમાં મુકી, બંગલામાં કરતા હતા આવું કામ


'ખોટા આરોપ અને આરોપ સાબિત ન થવામાં અંતર'
સીનિયર IPS અધિકારી અરૂણ બોથરા  (Arun Bothra) એ ટ્વીટ કરીને કહ્યું 'કોર્ટને આ કેસનો ચૂકાદો કરવામાં 20 વર્ષ લાગ્યા. તેનો અર્થ એ નથી કે આરોપી 20 વર્ષ જેલમાં જ રહ્યા. તે તમામ 20 વર્ષથી જામીન પર બહાર હતા. આપણે તે પણ સમજવાની જરૂર છે કે ખોટા આરોપ લગાવવા અને આરોપ સાબિત  થવામાં ફરક હોય છે. બંનેને એક સમાન ન ગણવામાં આવે. 


International Women's Day: મહિલાની કોઠાસૂઝ, લોન પર બે ગાય લીધી, અને કરે છે લાખોની કમાણી


CAA-NRC પર પણ ટ્રોલ થઇ હતી સ્વરા
દેશના ઘણા ભાગમાં CAA-NRC વિરૂદ્ધ થયેલા આંદોલનને સ્વરા ભાસ્કર (Swara Bhaskar) એ આઝાદીની બીજી લડાઇ સાથે જોડવામાં આવી છે. જ્યારે તેમને CAA મુસ્લિમોના કથિત નુકસાન વિશે પ્રશ્ન પૂછવામાં આવે તો તે કંઇપણ સ્પષ્ટ કરી શકી નથી. ત્યારબાદ તે સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ થઇ હતી.