Gujarat Accident: ગુજરાતમાં આજકાલ અકસ્માતની અનેક ઘટનાઓ બને છે, જેમાં કેટલાંયે નિર્દોષ લોકોને જીવ ગુમાવવાનો વારો આવે છે. ત્યારે શુક્રવારનો દિવસ ગોઝારો સાબિત થયો છે.  રાજ્યમાં અકસ્માતની બે મોટી ઘટના બની છે. જેમાં સુરતમાં ટામેટા લઈ જતી ટ્રક પલટતા ત્રણ લોકોના દર્દનાક મોત થયા છે, જ્યારે 7 વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા છે. તો કચ્છમાં ટ્રેક્ટર પલટી મારતા 3 લોકોના મોત થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેદારનાથમાં ટળી મોટી દુર્ઘટના, ટેક્નિકલ કારણોસર હેલિકોપ્ટરનું કરાવાયું ઈમરજન્સી લેડિંગ...


કચ્છમાં થયેલા અકસ્માતની વાત કરીએ તો કચ્છના લાકડીયા-સામખિયાળી વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો, જેમાં 3 લોકોના દર્દનાક મોત થયા છે. ટ્રેકટર અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 2 જેટલા લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ ટ્રેકટર રોડ વચ્ચે પલ્ટી મારી ગયું હતું. આ ઘટનામાં ઈજાગ્રસ્તોને હાઇ-વે ટીમ દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.


કેદારનાથ જ નહી, આ પણ છે બાબાના ભક્તો માટે ફેવરિટ ધાર્મિક સ્થળ, સર્જ્યો અનોખો રેકોર્ડ


એવી જ રીતે સુરતમાં બનેલી ઘટના વિશે વાત કરીએ તો મહારાષ્ટ્રથી સુરત ટામેટા ભરીને આવી રહેલા ટેમ્પાને અકસ્માત નડ્યો છે. સુરતથી ધુલિયા જતા નેશનલ હાઇ-વે 53 પર બારડોલી નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, ચાલકે કાબુ ગુમાવતા ટામેટા ભરેલી ટ્રક પલટી ગઈ હતી, ત્રણ લોકો ના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા, જ્યારે 7 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.


સાપને 40 હજાર વખત ડંખ મરાડાવ્યો, પછી રિસર્ચમાં જે ખુલાસો થયો એ જાણીને ચોંકી જશો!


સુરતથી ધુલિયા જતા નેશનલ હાઇવે 53 ગત મોડી રાત્રે 3 વાગ્યા આસપાસ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બારડોલીના કિકવાડ ગામ પાસે આ અકસ્માતની ઘટના બની હતી. ધુલિયાથી ટ્રકમાં ટામેટા ભરીને સુરત શહેર તરફ જઈ રહી હતી. ટ્રકમાં ચાલક અને ક્લીનર સિવાય અન્ય 8 લોકો પણ સવાર હતા. કિકવાડ ગામ પાસે અચાનક ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક રોડ પરથી પલટી અને રોડ બાજુમાં ખેતરમાં જઈને પડી હતી હતી. ટ્રકમાં સવાર લોકો ટામેળાના કેરેટ નીચે દબાઈ ગયા હતા. અકસ્માતને લઈ રોડ પર થી પસાર થતા અન્ય વાહન ચાલકો અને સ્થાનિકો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ટામેટા ભરેલા કેરેટ હટાવી દબાઈ ગયેલા લોકો ને બહાર કાઢ્યા હતા. 


Gold Price: સોનું ખરીદવાની સોનેરી તક, 3000 રૂપિયાનો ઘટાડો, નહી મળે ફરી આવો મોકો


અકસ્માતમાં ટામેટાના કેરેટ નીચે દબાઈ ગયેલા લોકો પેકી 3ના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા, જ્યારે અન્ય 7 લોકોને ગંભીર રીતે ઇજાઓ થતા 108 વડે સારવાર અર્થે  હોસ્પિટલ ખસેડવામાં આવતા હતા. મૃતક તેમજ ઇજાગ્રસ્ત તમામ લોકો નાસિક જિલ્લાના અને માર્કેટમાં ટામેટા વેચવા જતા ખેડૂતો હોવાનું હાલ સામે આવ્યું છે. બારડોલી પોલીસે ત્રણેય મૃતદેહનો કબ્જો લઈ ત્રણેય મૃતદેહને પીએમ અર્થે ખસેડયા છે અને ટ્રક ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 


₹35,650 નો શેર, 120 રૂપિયાનું બોનસ, અંડરવિયર વેચીને આ કંપનીએ કરી અધધ કમાણી


મૃતકના નામ:-


  • પિન્ટુ પીરાજી પવાર 40, નાસિક

  • ભાવસા પાંડુ માળી 40, નાસિક

  • સોનુ એકતા પાટીલ 35, નાસિક